Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > MP Accident: ગોઝારા અકસ્માતમાં 17 લોકોએ ગુમાવ્યાં જીવ, 50 લોકો ઘાયલ

MP Accident: ગોઝારા અકસ્માતમાં 17 લોકોએ ગુમાવ્યાં જીવ, 50 લોકો ઘાયલ

25 February, 2023 12:14 PM IST | Madhya Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મધ્યપ્રદેશ (Madhy Pradesh Accident)ના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખારા ગામમાં એક માર્ગ અકસ્માતમાં 17 મુસાફરોના મોત થયા હતા અને 50 ઘાયલ થયા હતા.

પ્રતીકાત્મક તસવીર

Accident

પ્રતીકાત્મક તસવીર


શુક્રવારે રાત્રે મધ્ય પ્રદેશ (Madhy Pradesh Accident)ના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખારા ગામમાં એક માર્ગ અકસ્માતમાં 17 મુસાફરોના મોત થયા હતા અને 50 ઘાયલ થયા હતા. જેમાંથી 10ની હાલત નાજુક છે. મૃતકોમાંથી આઠના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે બાકીના હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. ટ્રકનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે પાછળથી પાર્ક કરેલી ત્રણ બસોને ટક્કર મારી હતી. અત્યાર સુધીમાં માત્ર નવ મૃતકોની ઓળખ થઈ શકી છે.

નોંધનીય છે કે આ બસો સતનામાં આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને સીધી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ શિવરાજ સિંહે પણ ભાગ લીધો હતો. સીએમ શિવરાજ સિધીમાં હતા, માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.



ટ્રક સિમેન્ટથી ભરેલી હતી, અથડામણ બાદ પલટી ગઈ હતી


પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના મોહનિયા ટનલથી થોડે દૂર રાત્રે 9 વાગે થઈ હતી. અહીં એક ઝડપભેર ટ્રકે ત્રણ બસને ટક્કર મારી હતી. બે બસ 10 ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. ત્યાં હાઈવે પર જ એક બસ પલટી ગઈ. ટ્રક સિમેન્ટથી ભરેલી હતી, ટક્કર બાદ પલટી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2023 12:14 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK