
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
Updated
10 months 4 weeks 1 day 22 hours 50 minutes ago
04:59 PM
News Live Updates: બારામતી સીટ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે શિવસેનાના નેતા વિજય શિવતારે શિંદેને મળ્યા
સ્વતંત્ર ઉમેદવાર તરીકે બારામતી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની તેમની એકપક્ષીય જાહેરાતના દિવસો પછી ધમાસાણ મચી છે, શિવસેનાના નેતા વિજય શિવતારે સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. શિંદેએ દેખીતી રીતે જ શિવતારેને મેદાનમાંથી ખસી જવા સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, બાદમાં તેમને કોઈ ખાતરી આપી ન હતી.
Updated
10 months 4 weeks 2 days 1 hour 49 minutes ago
02:00 PM
News Live Updates: EC એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર સહિત આ લોકોને હટાવવા આપ્યો આદેશ
EC એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ, વધારાના કમિશનરો, ડેપ્યુટી કમિશનરોને હટાવવાનો આદેશ આપ્યો છે, એમ સૂત્રોને ટાંકીને પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે.
Updated
10 months 4 weeks 2 days 2 hours 13 minutes ago
01:36 PM
News Live Updates: SBIને 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચને માહિતી આપવા ફરમાન
ચૂંટણી બોન્ડ અંગે SBI દ્વારા તમામ વિગતો જાહેર કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક સૂરમાં કહ્યું કે SBIએ 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચને તમામ માહિતી સોંપવી જોઈએ.
Updated
10 months 4 weeks 2 days 2 hours 49 minutes ago
01:00 PM
News Live Updates: અશોક ચવ્હાણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર દાવો કરતા કહ્યું કે મહારાષ્ટ્રના એક નેતા તેમની માતા સોનિયા ગાંધીની સામે રડ્યા હતા. "ગઈકાલે મુંબઈમાં એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન, રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી પરંતુ તેમણે કોઈનું નામ લીધું ન હતું. જો તે મારા પર સંકેત હોય તો, હું કહેવા માંગુ છું કે તે સંપૂર્ણપણે અતાર્કિક છે."