પ્રતીકાત્મક તસવીર
Updated
9 months 2 weeks 15 hours 29 minutes ago
09:45 PM
News Live Updates: રિઝર્વ બેંકે શિરપુર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકની સેવાઓ પર અંકુશ લાદ્યો
Paytm Payments Bank પર ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહીનો મામલો હજુ પૂરેપૂરો ઠંડો પડ્યો નથી કે RBIએ બીજી બેંક સામે કડક કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે મહારાષ્ટ્ર સ્થિત શિરપુર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક સામે કડક કાર્યવાહી કરી છે. બેંકની બગડતી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ બેંકે સોમવારે ખાતામાંથી ઉપાડ સહિતની ઘણી સેવાઓ પર અંકુશ લાદી દીધા છે. જેના કારણે આ બેંકના ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Updated
9 months 2 weeks 15 hours 44 minutes ago
09:30 PM
News Live Updates: મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને આત્મસમર્પણમાંથી મુક્તિ
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે 2006ના બનાવટી એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદની સજા ભોગવવા માટે તેમણે આગળના આદેશો સુધી આત્મસમર્પણ કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં તેમની જામીન અરજી પર મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
Updated
9 months 2 weeks 15 hours 59 minutes ago
09:15 PM
News Live Updates: થાણેમાં કિશોરીનો બળાત્કાર કરનારને ૨૦ વર્ષની સજા
સેશન્સ કોર્ટે સોમવારે એક ૨૬ વર્ષીય વ્યક્તિને વર્ષ ૨૦૧૯માં થાણે જિલ્લાના કલ્યાણમાંથી એક કિશોરીનું અપહરણ અને બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવ્યો હતો અને તેને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
Updated
9 months 2 weeks 16 hours 14 minutes ago
09:00 PM
News Live Updates: મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક માટે ૨૩ ઉમેદવારો મેદાનમાં
લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે સોમવારે નામાંકન પાછું ખેંચવાના છેલ્લા દિવસ પછી મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક માટે ૨૩ ઉમેદવારો મેદાનમાં છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. નાંદેડમાં બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે મતદાન થશે. નાંદેડ રાજ્યના અગ્રણી મતવિસ્તારોમાંથી એક છે. તે અશોક ચવ્હાણનું વતન અને રાજકીય ગઢ છે, જેઓ તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.