Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તેરે પિતા કો ભી મૈંને હી મારા થા, અબ તેરી બારી હૈ

તેરે પિતા કો ભી મૈંને હી મારા થા, અબ તેરી બારી હૈ

Published : 07 August, 2026 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

NCPના નેતા બાબા સિદ્દીકીના મર્ડરના મુખ્ય આરોપી ઝીશાન અખ્તરના નામે પુત્ર ઝીશાનને વૉઇસનોટ દ્વારા આપવામાં આવી ધમકી, મુંબઈ પોલીસ લાગી કામે

ઝીશાન સિદ્દીકી

ઝીશાન સિદ્દીકી


નૅશનિલસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના મુખ્ય આરોપી તથા માસ્ટરમાઇન્ડ ગણાતા અને ભારતમાંથી ભાગીને વિદેશ ફરાર થઈ જનારા ગૅન્ગસ્ટર ઝીશાન અખ્તરે બાબા સિદ્દીકીના દીકરા ઝીશાન સિદ્દીકીને ગુરુવારે સોશ્યલ મીડિયા પર વૉઇસનોટ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ૨૦૨૪માં ૧૨ ઑક્ટોબરે બાબા સિદ્દીકીની તેમની ઑફિસની બહાર હત્યા કરવામાં આવી હતી, જેનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ઝીશાન અખ્તર માનવામાં આવે છે. ધમકીવાળી વૉઇસનોટમાં જણાવાયું હતું કે તેરે પિતા કો ભી મૈંને હી મારા થા, અબ તેરી બારી હૈ. 
આ મામલે મુંબઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ખરેખર ધમકીભરી વૉઇસનોટ ઝીશાન અખ્તરે જ મોકલી છે કે શું એ દિશામાં તપાસ પણ કરવામાં આવી રહી છે. વૉઇસનોટમાં ૨૦૨૪માં બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી ત્યારે ઝીશાન પણ ટાર્ગેટ પર હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

વૉઇસનોટમાં શું કહ્યું ઝીશાન અખ્તરે?
તેરે પિતા કો મૈંને હી મારા થા ઔર અબ તેરી બારી હૈ. તૂ મેરે હર કામ મેં અડંગા લગા રહા હૈ. ભાગ લે ક્રાઇમ બ્રાન્ચ કે પાસ જિતના ભાગ સકતા હૈ. મૈંને તેરા ફતવા જારી કર દિયા હૈ. તૂ અપની સિક્યૉરિટી બઢા લે. જબ તેરે પિતા કો મારા થા તૂ ઉસ વક્ત બચ ગયા, લેકિન અબ નહીં બચેગા.



કોણ છે ઝીશાન અખ્તર જે લૉરેન્સ બિશ્નોઈ સાથે છેડો ફાડીને વિદેશ ફરાર થઈ ગયો?
ઝીશાન અખ્તર બાબા સિદ્દીકીની હત્યાનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસનું માનવું છે. પંજાબના લુધિયાણામાં ૨૦૨૫માં ગ્રેનેડ-બ્લાસ્ટ થયો એમાં તેનો હાથ હોવાની શંકા જતાં લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે તેના સંબંધો બગડ્યા હતા. પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સની અને એના ઇશારે કામ કરતા પાકિસ્તાનના ગૅન્ગસ્ટર શહઝાદ ભટ્ટીની સાથે ઝીશાન અખ્તર ભળી ગયો હોવાનું મનાય છે.


કૅનેડામાં ધરપકડ થઈ તો પછી ધમકી કેવી રીતે આપી?
૨૦૨૫માં જૂન મહિનામાં ઝીશાન અખ્તરની કૅનેડામાં ધરપકડ થઈ ચૂકી હતી અને તેના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે કૅનેડામાં પોલીસની કસ્ટડીમાં રહીને તેણે ઝીશાન સિદ્દીકીને કઈ રીતે ધમકી આપી એવો સવાલ પણ ઊભો થઈ રહ્યા છે. શું ખરેખર તેણે જ આ ધમકીભરી વૉઇસનોટ મોકલી છે કે પછી કોઈ બીજું કાવતરું ચાલી રહ્યું છે એ પણ એક સવાલ છે.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK