મહિલા સશક્તીકરણના આ કાર્યક્રમમાં સર્વને પધારવા હાર્દિક આમંત્રણ છે
ડૉ. જે. જે. રાવલ
જાગતિક મહિલા દિવસે સ્થાનિક પ્રતિભાસંપન્ન મહિલાઓના સન્માનના કાર્યક્રમનું મુલુંડ-વેસ્ટમાં એમ. જી. રોડ, ચંદનબાગ લેનમાં આવેલી મુલુંડ હાઈ સ્કૂલમાં આવતી કાલે શનિવારે ૮ માર્ચે સાંજે ૪.૩૦ વાગ્યે આયોજિત કરવામાં આવ્યો છે. લાલજી સર (આનંદ ક્લાસિસ) અને સંજય માળી - સ્નેહા કેટરર્સના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં ૧૪ પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન જાણીતા વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલ અને મહેમાનોના હસ્તે થશે. વિશિષ્ટ ટ્રોફી, ક્રાઉન, મેડલ, ખેસ પહેરાવી ‘નારી શક્તિ’ની વંદના કરવામાં આવશે. કાર્યક્રમના બીજા તબક્કામાં દાતાશ્રીઓના સંગાથે લાલજી સરના માધ્યમથી પંચાવનમા મહિનામાં ૧૭૦થી વધુ લાભાર્થીઓને રૅશન-કિટનું વિતરણ થશે જેમાં સંઘર્ષ કરતી પસંદ કરાયેલી ૧૧ લાભાર્થી મહિલાઓને મુગટ અને ખેસ પહેરાવીને તેમનું બહુમાન કરવામાં આવશે. મહિલા સશક્તીકરણના આ કાર્યક્રમમાં સર્વને પધારવા હાર્દિક આમંત્રણ છે. વધુ માહિતી માટે લાલજી સરનો 9892006628 નંબર પર
સંપર્ક કરવો.

