Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગામે-ગામે શરૂ કરીશ બીયર-બાર, મફત મળશે ઇમ્પોર્ટેડ વ્હિસ્કી: મહારાષ્ટ્રની આ મહિલા ઉમેદવારનું વિચિત્ર વચન

ગામે-ગામે શરૂ કરીશ બીયર-બાર, મફત મળશે ઇમ્પોર્ટેડ વ્હિસ્કી: મહારાષ્ટ્રની આ મહિલા ઉમેદવારનું વિચિત્ર વચન

01 April, 2024 09:27 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઑલ ઈન્ડિયા હ્યુમેનિટી પાર્ટીના ઉમેદવાર વનિતા રાઉત (Vanita Raut) ‘ગરીબ મતદારો’ માટે વિચિત્ર ચૂંટણી વચન લઈને આવ્યાં હતાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ઑલ ઈન્ડિયા હ્યુમેનિટી પાર્ટીના ઉમેદવાર વનિતા રાઉત ગરીબ મતદારોને વિચિત્ર વચન આપ્યું છે
  2. વનિતા રાઉતે કહ્યું છે કે જો તે ચૂંટણી જીતશે તો તે દરેક માત્ર બીયરબાર શરૂ કરશે
  3. સાંસદ ફંડમાંથી ગરીબોને મોંઘી વ્હિસ્કી અને બિયર પણ મફતમાં આપશે

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) જીતવા માટે ઉમેદવારો પોતાના વચનો સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. ચૂંટણીમાં ઉમેદવારોના મુદ્દાઓ ક્યારેક ખૂબ વિચિત્ર હોય છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાંથી પણ સામે આવ્યો છે. અહીં ચિમુર ગામના એક અપક્ષ ઉમેદવારે 2024ની ચૂંટણીમાં એવું વચન આપ્યું છે, જેને કોઈ સ્વીકારી શકે તેમ નથી. અહીં મહિલા ઉમેદવારે વચન આપ્યું છે કે જો તે સત્તામાં આવશે તો ગરીબ લોકોને મોંઘી વ્હિસ્કી અને બિયર મફતમાં આપશે. ચૂંટણી સ્લોગન આપતાં તેમણે કહ્યું- જ્યાં ગામ છે ત્યાં બિયરબાર છે.


ઑલ ઈન્ડિયા હ્યુમેનિટી પાર્ટી (Lok Sabha Election 2024)ના ઉમેદવાર વનિતા રાઉત (Vanita Raut) ‘ગરીબ મતદારો’ માટે વિચિત્ર ચૂંટણી વચન લઈને આવ્યાં હતાં. વનિતા રાઉતે કહ્યું છે કે જો તે ચૂંટણી જીતશે તો તે દરેક ગામમાં માત્ર બિયરબાર જ નહીં શરૂ કરે, પરંતુ સાંસદ ફંડમાંથી ગરીબોને મોંઘી વ્હિસ્કી અને બિયર પણ મફતમાં આપશે. ચૂંટણીનો નારો આપતાં વનિતા રાઉતે કહ્યું કે, “જ્યાં ગામ, ત્યાં બીયરબાર.”



લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) લડી રહેલા વનિતા રાઉતે કહ્યું છે કે જો તે ચૂંટણી જીતશે તો તે દરેક ગામમાં બીયરબાર શરૂ કરશે એટલું જ નહીં પરંતુ સાંસદ ફંડમાંથી ગરીબોને મોંઘી વ્હિસ્કી અને બિયર પણ મફતમાં આપશે.


વિચિત્ર વચનનું કારણ શું છે?

વનિતા રાઉત પાસે તેના વિચિત્ર ચૂંટણી વચનને યોગ્ય ઠેરવવાનું પોતાનું કારણ છે. તેમણે કહ્યું કે, “ગરીબ લોકો સખત મહેનત કરે છે અને તેમન એકમાત્ર આશ્વાસન પીવામાં મળે છે, પરંતુ તેઓ સારી ગુણવત્તાની વ્હિસ્કી કે બીયર ખરીદી શકતા નથી. તેમને માત્ર દેશી દારૂ પીવા મળે છે અને તે પીવાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. હું ઇચ્છું છું કે તેઓ ઇમ્પોર્ટેડ વાઇનનો આનંદ માણે.”


વધુ પીવાના કારણે પરિવારો બરબાદ થાય છે? જ્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે વનિતા રાઉતે કહ્યું કે, આ જ કારણે તે ઈચ્છે છે કે લોકો સારી ગુણવત્તાની દારૂ ખરીદવાનું લાઇસન્સ મેળવે. તેમણે કહ્યું કે લોકોને પુખ્ત થયા પછી જ દારૂ પીવાનું લાઇસન્સ આપવું જોઈએ. તે ઈચ્છે છે કે દારૂ પીવાથી લોકોને અપરાધની લાગણી ન થાય.

2019ની ચૂંટણીના વચનો

નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે વનિતા રાઉત ચૂંટણી લડી રહી છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ નાગપુરથી લડ્યા હતા, જ્યારે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમણે ચિમુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. રસપ્રદ વાત એ છે કે, તેમણે 2019ની ચૂંટણી દરમિયાન પણ આ જ વચન આપ્યું હતું અને તેમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે આ વખતે પણ તે આવા જ વચનો સાથે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK