થાણે, નવી મુંબઈ અને અન્ય વિસ્તારોમાંથી લગભગ ૧૦ જેટલાં અગ્નિશામક એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : રાજ્યના થાણે જિલ્લામાં ફાટી નીકળેલી આગમાં પેપર, પ્લાસ્ટિક અને અન્ય ભંગારની વસ્તુઓ ભરેલાં ૪૫ ગોડાઉન સંપૂર્ણપણે નાશ પામ્યાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
થાણે મહાપાલિકાના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે ‘શીલફાટા વિસ્તારમાં ઉત્તર શિવ ગામમાં મંગળવારે બપોરે ૩.૪૦ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે એમાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી.’
થાણે, નવી મુંબઈ અને અન્ય વિસ્તારોમાંથી લગભગ ૧૦ જેટલાં અગ્નિશામક એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં તથા ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યે આગ પર કાબૂ મેળવી શકાયો હતો એમ સિડકોના ફાયર ઑફિસર પ્રવીણ બોડકેએ કહ્યું હતું.


