ગયા વર્ષે આ સમયગાળામાં વસૂલ કરવામાં આવેલા દંડ કરતાં આ વર્ષે ૫૪ ટકા વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટિકિટ વગર મુસાફરી કરતા લોકોને પકડવા માટે વેસ્ટર્ન રેલવેએ અભિયાન શરૂ કર્યું છે. એ અંતર્ગત એપ્રિલથી ઑગસ્ટ મહિના સુધીમાં ટિકિટ વગર મુસાફરી કરનારા મુસાફરો પાસેથી કુલ ૮૪.૨૦ કરોડ રૂપિયા દંડપેટે વસૂલ કરવામાં આવ્યા છે. એમાંથી ૨૩ કરોડ રૂપિયા માત્ર મુંબઈ સબર્બન વિભાગમાંથી જ વસૂલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે આ સમયગાળામાં વસૂલ કરવામાં આવેલા દંડ કરતાં આ વર્ષે ૫૪ ટકા વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.


