રસ્તા પર પડેલા દીવાલના કાટમાળને હટાવીને રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો કર્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી
પ્રતીકાત્મક તસવીર
બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે થાણેના સિદ્ધેશ્વર તળાવ પાસે આવેલા બગીચાની ફરતે બાંધેલી દીવાલનો અમુક ભાગ તૂટીને પડી ગયો હતો. દીવાલમાંથી ૧૫ ફુટ લાંબો અને ૬ ફુટ ઊંચો ભાગ તૂટીને ગુરુકૃપા ચાલી સામે પાર્ક કરેલાં બે વાહન પર પડ્યો હતો. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી હતી. રસ્તા પર પડેલા દીવાલના કાટમાળને હટાવીને રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો કર્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. દીવાલ પડતાં બે ટૂ-વ્હીલર્સને નુકસાન થયું હતું.

