પેંચ ટાઇગર રિઝર્વમાં છોડવામાં આવેલા ગીધે ૧૭ દિવસમાં લગભગ ૭૫૦ કિલોમીટરનું અંતર કાપ્યું હોવાનું જાણવા મળ્યું હતું
ગીધ
પેંચ ટાઇગર રિઝર્વમાં છોડવામાં આવેલા ગીધે ૧૭ દિવસમાં લગભગ ૭૫૦ કિલોમીટરનું અંતર કાપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં આ ગીધ નાશિક જિલ્લાના યંબકેશ્વર નજીક અંજનેરી ટેકરીઓ નજીક પહોંચી ગયું હોવાની માહિતી ફૉરેસ્ટ અધિકારી પાસેથી મળી હતી. ટૅગ સાથે આ ગીધને ૧૧ ડિસેમ્બરે છોડવામાં આવ્યું ત્યારથી વન્યજીવના સંશોધકો આ ગીધની ગતિવિધિઓનો અભ્યાસ કરી રહ્યા છે. નાગપુર, વર્ધા, યવતમાળ, હિંગોલી, જાલના અને છત્રપતિ સંભાજીનગરમાંથી પસાર થઈને આ ગીધ નાશિક પહોંચ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જ બૅચનું બીજું એક ગીધ ગડચિરોલી જિલ્લાના ધાનોરા પહોંચ્યું હતું.


