Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક કે બાદ એક પાંચ! વિરાર સ્ટેશનના નવીનીકરણમાં લાઇનસર પાંચ પ્લૅટફૉર્મ હશે

એક કે બાદ એક પાંચ! વિરાર સ્ટેશનના નવીનીકરણમાં લાઇનસર પાંચ પ્લૅટફૉર્મ હશે

Published : 10 February, 2026 08:11 AM | Modified : 10 February, 2026 11:32 AM | IST | Mumbai
Rajendra B Aklekar

વિરાર સ્ટેશનના નવીનીકરણમાં લાઇનસર પાંચ પ્લૅટફૉર્મ હશે: લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી વધારવા માટે વિસ્તૃત એલિવેટેડ ડેક હશે જે રિક્ષાના પાર્કિંગ એરિયા સાથે જોડાયેલો હશે

અહીં નવું પ્લૅટફૉર્મ બનશે. (તસવીર: સૌરભ રાઉત.) રવિવારે વિરાર સ્ટેશન પર મુસાફરોની ચિક્કાર ગિરદી. (તસવીર: નિમેશ દવે)

અહીં નવું પ્લૅટફૉર્મ બનશે. (તસવીર: સૌરભ રાઉત.) રવિવારે વિરાર સ્ટેશન પર મુસાફરોની ચિક્કાર ગિરદી. (તસવીર: નિમેશ દવે)


નવા ડેવલપ કરાઈ રહેલા વિરાર રેલવે-સ્ટેશનમાં જગ્યાના અભાવે સ્ટેશનના સાઉથ એન્ડથી શરૂ કરીને સળંગ પાંચ પ્લૅટફૉર્મ હશે. નવા સ્ટેશન અપગ્રેડમાં ઘણાં આશ્ચર્યો છે. એમાં પ્લૅટફૉર્મ પર અને બહાર એલિવેટેડ ડેક બનાવવામાં આવશે જે મૂળભૂત રીતે થાણે સ્ટેશન જેવી સ્ટેશન એરિયા ટ્રાફિક ઇમ્પ્રૂવમેન્ટ સ્કીમ (SATIS) છે. જોકે એ રિક્ષાના પાર્કિંગ એરિયા સાથે જોડાયેલું છે.
વિરાર સ્ટેશન પર કરવામાં આવી રહેલા આ ફેરફારો બાબતે માહિતી આપતાં એક ઑફિસરે કહ્યું હતું કે ‘વિરાર ઈસ્ટ અને વેસ્ટ બન્ને બાજુ જગ્યાની અછત છે એટલે અમે દક્ષિણ તરફ આગળ વધવાનું નક્કી કર્યું છે અને બે નવાં પ્લૅટફૉર્મ – વેસ્ટ સાઇડ નંબર ૧ અને ૨ અને ઈસ્ટમાં નંબર ૯ - બનાવ્યાં છે. નવા લેઆઉટ સાથે જો આપણે હાલના પ્લૅટફૉર્મને એક લાઇનમાં ઉમેરીએ તો પાંચ પ્લૅટફૉર્મ એક લાઇનમાં બનશે. વિરાર-દહાણુ રૂટ પર ભીડ ઓછી કરવા અને ૧૫ કોચની ટ્રેનોને સમાવવા માટે વિરાર સ્ટેશનનું રીમૉડલિંગ કરવાની યોજના બનાવવામાં આવી છે. મુખ્ય સુધારાઓમાં સાઉથ એન્ડ પર નવું પ્લૅટફૉર્મ-નંબર 5A બનાવવામાં આવશે જેનાથી ક્ષમતામાં ૨૫ ટકા વધારો થશે જેનો સુધારેલી માળખાગત સુવિધાઓમાં સમાવેશ થાય છે.’ 

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ 3Aને હાલની ૬ મીટર પહોળાઈથી ૧૦ મીટર સુધી પહોળું કરવામાં આવી રહ્યું છે. એમાં વેસ્ટ સાઇડ ડબલ ડિસ્ચાર્જ આગળ અને પાછળ એમ બન્ને તરફથી લોકો એન્ટ્રી અને એક્ઝિટ લઈ શકશે એટલે મુસાફરોની સંખ્યા વધુ હોય તો પણ તેઓ સહેલાઈથી આવ-જા કરી શકે અને સાથે જ એ હોમ પ્લૅટફૉર્મ પણ હશે. એનાથી સીધા બહાર કમ્પાઉન્ડ અને રોડ પર નીકળી શકાશે. વિરાર-દહાણુ કૉરિડોર પર ૧૫ ડબ્બાની ઉપનગરીય ટ્રેનો ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને અપગ્રેડ કરવામાં આવી રહ્યાં છે અને સ્ટેશનના ડેવલપમેન્ટમાં મુસાફરોની સારી અવરજવર માટે એક નવું સ્ટેશન ડેક પણ સામેલ છે. આ ડેવલપમેન્ટથી લોકલ ટ્રેનો માટેની ક્ષમતામાં વધારો અને ભીડમાં ઘટાડો થશે.’



પ્લૅટફૉર્મ પર એલિવેટેડ ડેકને વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સ્વતંત્ર રીતે પ્રસ્તાવિત રિક્ષા ડેક સાથે જોડવામાં આવશે.


જરૂરી અપગ્રેડ
• બે નવાં પ્લૅટફૉર્મ અને હાલનાં ૩ પ્લૅટફૉર્મમાં ઉમેરવાથી વિરારમાં સાઉથથી નૉર્થ તરફ સળંગ પાંચ પ્લૅટફૉર્મ હશે : 1, 2, 3, 4 અને 5B.
• વિરાર સ્ટેશનનું અપગ્રેડેશન એ વેસ્ટર્ન રેલવે પર વિરાર-દહાણુ રોડ સેક્શનને ફોર લાઇન કરવાનો એક ભાગ છે, જે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ ફેઝ 3 હેઠળ બની રહ્યો છે. એ મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ઉપનગરીય રેલ-ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવાનો અને આ કૉરિડોરમાં મુસાફરોની સુવિધામાં સુધારો કરવાનો છે.
• પ્રોજેક્ટ માટે મંજૂર કરાયેલી કુલ રકમ ૩૫૭૮ કરોડ રૂપિયા છે. અત્યાર સુધીમાં ૪૭ ટકા કામ થઈ ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 11:32 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK