આરોપીની ઓળખ 32 વર્ષીય અશ્વિની શિવનાથ વર્તપી તરીકે થઈ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની પ્રક્રિયાગત જોગવાઈઓ હેઠળ બિન-દખલપાત્ર ગુનો નોંધવામાં આવ્યો હતો. સૈયદે 21 જાન્યુઆરી, 2026 ના રોજ પોલીસનો સંપર્ક કર્યો હતો.
(ડાબેથી) વડાલા મહિલાના પુત્ર દ્વારા શૂટ કરાયેલ હિંસક ઘટનાના વીડિયોમાંથી સ્ક્રીન ગ્રેબ્સ.
મુંબઈના વડાલા પૂર્વની એક 46 વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેણે બુક કરેલ મસાજ સૅશન રદ કર્યા પછી અર્બન કંપની (UC) સાથે સંકળાયેલા માલિશ કરનાર મહિલા દ્વારા તેના પર શારીરિક અને મૌખિક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બુધવારે સાંજે બની હતી અને વડાલા ટ્રક ટર્મિનલ (TT) પોલીસને જાણ કરવામાં આવી છે. આ ઘટનાનો એક વીડિયો હવે સામે આવ્યો છે જેમાં ગ્રાહક અને UC ના કર્મચારી વચ્ચે હિંસક વિવાદ જોવા મળ્યો.
વીડિયો વીડિયોમાં હિંસક ઝઘડો જોવા મળ્યો
ADVERTISEMENT
વીડિયોમાં, કર્મચારી ઘરના બેડરૂમમાં ઊભીને ગ્રાહક તરફ ઈશારો કરી રહી હતી. શરૂઆતમાં, ગ્રાહકે તેને ઘર છોડી જવા કહ્યું. "ઘર મેં ખડે રહે કે બદતમીઝી નહીં કરના," મહિલાને વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે. માલિશ કરનાર પ્રતિકાર કરે છે અને તેને કહે છે કે તે તેના કૃત્યનું રેકોર્ડિંગ કરી રહી છે ત્યારે તે તેની બૅગ છીનવી લેતી જોઈ શકાય છે. થોડીવારમાં, બન્ને એકબીજાને મારવાનું શરૂ કરે છે, બાદમાં મહિલા ગ્રાહક દ્વારા માલિશ કરનારને બેડ પર ફેંકી દેવામાં આવે છે તે દ્રશ્યો જોવા મળે છે. બાદમાં, માલિશ કરનાર ગ્રાહકને વાળથી પકડી રાખે છે. "તે એક પાગલ સ્ત્રી છે. તે મારા ઘરમાં આવી અને મારી માતાને મારવા લાગી," મહિલા ગ્રાહકના દીકરા, જે ઘટના રેકોર્ડ કરી રહ્યો હતો, તે વીડિયોમાં કહેતો સાંભળાઈ રહ્યો છે. "પોલીસ બોલાવીશ, તારું કરિયર સમાપ્ત કરી દઇશ," તે આગળ કહેતી સાંભળી શકાય છે. ફરિયાદી, જેની ઓળખ શહનાઝ વાહિદ સૈયદ તરીકે થઈ છે, વડાલા પૂર્વના ભક્તિ પાર્કમાં તેના 18 વર્ષના પુત્ર સાથે રહેતી એક જનસંપર્ક વ્યાવસાયિક છે, તેણે અર્બન કંપની દ્વારા ફ્રોઝન શોલ્ડર દુખાવા માટે મસાજ સૅશન બુક કરાવ્યું હતું. થેરાપિસ્ટનો પોર્ટેબલ મસાજ બેડ ખરાબ હાલતમાં અને તેના ઘર માટે અયોગ્ય જણાતાં તેણે એપોઇન્ટમેન્ટ રદ કરી. પોલીસે પુષ્ટિ આપી કે રદ કરવાથી દલીલ થઈ જે કથિત રીતે શારીરિક હુમલામાં પરિણમી. સૈયદે માલિશ કરનાર પર તેના વાળ ખેંચવાનો, તેની આંખ પર મારવાનો અને જમીન પર પછાડી દેવાનો આરોપ મૂક્યો.
માલિશ કરનાર પર હુમલો કરવાનો આરોપ મૂકાયો
A shocking incident has emerged from Wadala, Mumbai, involving Urban Company. A 46-year-old woman booked a massage session through the app for her frozen shoulder issue. However, when she decided to cancel the booking after the female therapist arrived, the situation escalated… pic.twitter.com/pMpKZo6Y6P
— NextMinute News (@nextminutenews7) January 23, 2026
આરોપીની ઓળખ 32 વર્ષીય અશ્વિની શિવનાથ વર્તપી તરીકે થઈ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની પ્રક્રિયાગત જોગવાઈઓ હેઠળ બિન-દખલપાત્ર ગુનો નોંધવામાં આવ્યો હતો. સૈયદે 21 જાન્યુઆરી, 2026 ના રોજ પોલીસનો સંપર્ક કર્યો હતો. કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને તેને મેજિસ્ટ્રેટનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી. તેણે અર્બન કંપનીનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં વિલંબિત જવાબ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ ઘટનાનો જવાબ આપતા, અર્બન કંપનીએ કહ્યું કે તે પોલીસ સાથે સહયોગ કરી રહી છે. "હાલ સુધી, કર્મચારીને પ્લેટફોર્મ પરથી બૅન કરવામાં આવી છે," એમ મિડ-ડેણે કંપનીના કૉર્પોરેટ કૉમ્યુનિકેશન્સ અને જાહેર નીતિ પ્રતિનિધિ ભવ્ય શર્માએ જણાવ્યું હતું.


