વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કીર સ્ટાર્મરને ભારતની હસ્તકળા અને વારસાની ઝાંખી કરાવી હતી
UKના વડા પ્રધાન કીર સ્ટાર્મરે મુંબઈમાં દિવાળીના માહોલનો આનંદ માણ્યો
દેશમાં અત્યારે દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈના મહેમાન બનેલા યુનાઇટેડ કિંગડમ (UK)ના વડા પ્રધાન કીર સ્ટાર્મરે મુંબઈમાં દિવાળીના માહોલનો આનંદ માણ્યો હતો. તાજ હોટેલમાં લોકસંગીતની ધૂન વચ્ચે ફૂલોથી સજાવેલા દીવડાઓ પ્રગટાવીને કીર સ્ટાર્મરે દિવાળીની ઉજવણી કરી હતી. કીર સ્ટાર્મરની મુંબઈની મુલાકાત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાને કારણે ભારત અને UKના સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનશે એવો સંકેત મળ્યો હતો. મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સ (MEA)ના પ્રવક્તા રણધીર જાયસવાલે મુંબઈમાં કીર સ્ટાર્મરના સ્વાગતની ઝલક બતાવતો ૩૯ સેકન્ડનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કીર સ્ટાર્મરને ભારતની હસ્તકળા અને વારસાની ઝાંખી કરાવી હતી. જિયો વર્લ્ડ સેન્ટર ખાતે પ્રખ્યાત હાથવણાટનાં પટોળાં, પશ્મિના શાલ જેવી સદીઓ જૂની પરંપરાગત હસ્તકળા ઉપરાંત શિલ્પકલાના અનેક નમૂનાની વિશેષતાથી નરેન્દ્ર મોદીએ કીર સ્ટાર્મરને અવગત કર્યા હતા.


