પાલઘરમાં મહા વિકાસ આઘાડીનાં ઉમેદવારના પ્રચાર માટે ગયેલા
ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે કર્યો લોકલમાં પ્રવાસ
મહા વિકાસ આઘાડીનાં પાલઘર લોકસભા બેઠકનાં ઉમેદવાર ભારતી કામડીની પ્રચારસભા માટે ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે પાલઘર ગયા હતા. સાંજે સભા પૂરી થયા બાદ તેઓ પાલઘરથી કારમાં બોઇસર રેલવે-સ્ટેશન ગયા હતા. ત્યાંથી સાંજે ૭.૦૯ વાગ્યાની બાંદરા લોકલ ટ્રેનમાં તેઓ સંજય રાઉત અને મિલિંદ નાર્વેકર સાથે ચડ્યા હતા અને વિન્ડો-સીટ પર બેસીને બાંદરા પહોંચ્યા હતા. એ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ પાલઘરની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એકનાથ શિંદેની ટીકા કરી હતી. તેમણે વડા પ્રધાન વિશે કહ્યું હતું કે હવેથી હું વડા પ્રધાન નહીં, પણ નરેન્દ્ર મોદીની ટીકા કરીશ, કારણ કે દેશના વડા પ્રધાનનું અપમાન ન કરી શકાય.



