આ ટક્કરમાં બન્ને કારને નુકસાન થયું હતું
શરદ પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવાર ગઈ કાલે જળગાવની મુલાકાતે ગયા હતા ત્યારે તેમના કાફલાની કારનો અકસ્માત થયો હતો. જળગાવના ચોપડા ખાતેની સભા આટોપીને તેઓ ભુસાળ તરફ જતા હતા ત્યારે રસ્તામાં સ્પીડ-બ્રેકર આવતાં આગળની કારના ડ્રાઇવરે અચાનક બ્રેક મારી હતી ત્યારે પાછળ ઝડપથી આવી રહેલી કાર અથડાઈ હતી. આ ટક્કરમાં બન્ને કારને નુકસાન થયું હતું. જોકે સદ્નસીબે શરદ પવાર કે તેમની સાથેના કોઈને ઈજા નહોતી પહોંચી.