Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છતનો સ્લૅબ અઢી વર્ષની નિદ્રાધીન બાળકી પર પડ્યો અને તેનો જીવ ગયો

છતનો સ્લૅબ અઢી વર્ષની નિદ્રાધીન બાળકી પર પડ્યો અને તેનો જીવ ગયો

01 May, 2024 07:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરારની હૃદયદ્રાવક ઘટના : ગઈ કાલે બાળકીના અંતિમ સંસ્કાર થયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિરાર-ઈસ્ટમાં વિંધ્યવાસિની બિલ્ડિંગમાં ૩૦ વર્ષનો પરેશ કઠેરિયા પરિવાર સાથે રહે છે. દરરોજની જેમ સોમવારે પરેશ રાબેતા મુજબ કામ પર ગયો હતો. તેની પત્ની અને અઢી વર્ષની દીકરી અનન્યા ઘરે હતાં. બપોરે અનન્યા બેડરૂમમાં સૂતી હતી, જ્યારે તેની મમ્મી રસોડામાં કામ કરી રહી હતી. એ સમયે અચાનક છતનો એક ભાગ તૂટીને નીચે સૂઈ રહેલી અનન્યાના માથા પર પડવાથી તે ગંભીર રીતે જખમી થઈ હતી. તેને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે પાસે આવેલી પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ મામલામાં વિરાર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી છે. વિરાર પોલીસ-સ્ટેશનના તપાસ-અધિકારી સબ-ઇન્સ્પેક્ટર ભાઈસાહેબ દુબેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભેજને કારણે છતનો સ્લૅબ તૂટી પડવાથી અકસ્માત થયો હતો. આ કેસમાં અમે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’ બાળકીના પિતા પરેશ કઠેરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે હાલમાં જ બધી વિધિ પૂરી કરીને આવ્યા છીએ અને કંઈ બોલી શકાય એવી પરિસ્થિતિમાં નથી.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK