ભાઈંદર-વેસ્ટમાં આવેલા ઉત્તનમાં મેટ્રો કારશેડ બનાવવામાં વિલંબ થયો છે
પ્રતીકાત્મક તસવીર
દહિસરથી મીરા-ભાઈંદરની મેટ્રો લાઇન ૯માં દહિસરથી મીરા રોડના કાશીગાવ સુધીનું કામ પૂરું થઈ ગયું છે એટલે આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારની હાજરીમાં સવારના ૧૧ વાગ્યે કાશીગાવ મેટ્રો સ્ટેશનથી ટ્રાયલ રન કરવામાં આવશે. મેટ્રો લાઇન ૯ના પહેલા તબક્કામાં દહિસર ઈસ્ટ, પાંડુરંગવાડી, મીરાગાવ અને કાશીગાવ સ્ટેશનો પર મેટ્રો ચાલશે. ભાઈંદર-વેસ્ટમાં આવેલા ઉત્તનમાં મેટ્રો કારશેડ બનાવવામાં વિલંબ થયો છે એટલે કાશીમીરાથી ભાઈંદરના નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન સુધીની મેટ્રો માટે રાહ જોવી પડશે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા ઘોડબંદર રોડ પર આવેલા ભાઈંદર પાડામાં ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે એનું લોકાર્પણ પણ આજે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કરશે.


