Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધી ૪ દિવસ માટે વિયેતનામ ઊપડી ગયા BJPએ કહ્યું કે જુઠ્ઠાણાં ફેલાવીને થાકી ગયા એટલે આરામ કરવા ઊપડ્યા

રાહુલ ગાંધી ૪ દિવસ માટે વિયેતનામ ઊપડી ગયા BJPએ કહ્યું કે જુઠ્ઠાણાં ફેલાવીને થાકી ગયા એટલે આરામ કરવા ઊપડ્યા

Published : 21 October, 2026 07:41 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાહુલ ગાંધી ૪ દિવસ માટે વિયેતનામ ઊપડી ગયા BJPએ કહ્યું કે જુઠ્ઠાણાં ફેલાવીને થાકી ગયા એટલે આરામ કરવા ઊપડ્યા

રાહુલ ગાંધી વિયેતનામ ઊપડી ગયા

રાહુલ ગાંધી વિયેતનામ ઊપડી ગયા


કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ૪ દિવસની મુલાકાતે વિયેતનામ ગયા છે. તહેવારોના સપ્તાહને કારણે વિપક્ષના ગઠબંધનનો વિરોધ-પ્રદર્શનનો કાર્યક્રમ હાલપૂરતો અટકાવી દેવામાં આવ્યો છે એવા સમયે એઓ વિદેશ ગયા છે. રવિવારે ગોવામાં કૉન્ગ્રેસ પક્ષની ગોવા બચાવો માર્ચમાં ભાગ લીધા બાદ રાહુલ ગાંધી વિયેતનામ જવા રવાના થયા હતા. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી ટૂંકા વિરામ માટે વિદેશ ગયા છે અને તેઓ ૪ દિવસ સુધી વિદેશમાં રહેશે.
આ મહિનાની શરૂઆતમાં મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પક્ષોના ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કાઢવામાં આવેલા મોરચાનું નેતૃત્વ રાહુલ ગાંધીએ કર્યું હતું.
BJPએ કર્યો કટાક્ષ
જૂઠાણાં ફેલાવ્યા બાદ રાહુલ ગાંધી વિરામ લેવા ગયા હોવાનો આરોપ લગાવીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાહુલ ગાંધીની વિયેતનામ-યાત્રાને લઈને કટાક્ષ કરતી પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું જૂઠાણાં ફેલાવીને થાકી ગયો છું. થોડા દિવસો માટે વિયેતનામમાં ફરી આવું. કોને ખબર પડવાની છે.’ 
BJPએ એના સત્તાવાર X અકાઉન્ટ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં રાહુલ ગાંધી બિઝનેસ-ક્લાસ કૅબિનમાં બેસેલા જોવા મળે છે.
કૉન્ગ્રેસે બચાવ કર્યો
કૉન્ગ્રેસે રાહુલ ગાંધીની વિયેતનામની મુલાકાતનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમને તેમના અંગત સમયમાં ગમે ત્યાં મુસાફરી કરવાનો અધિકાર છે. આ મુદ્દે ‘રચનાત્મક કૉન્ગ્રેસ’ના અધ્યક્ષ સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીનું એક અંગત જીવન પણ છે. વિરોધ પક્ષના નેતા તરીકે તેમની પોતાની જવાબદારીઓ પણ છે. જ્યારે પણ તેઓ પ્રવાસે જાય છે ત્યારે તેઓ કંઈક રચનાત્મક કાર્ય કરે છે. ક્યારેક તેઓ યેલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને મળે છે તો ક્યારેક બૌદ્ધિકો સાથે મુલાકાત કરે છે. તેઓ હંમેશા એવું કંઈક કરે છે જેનાથી દેશને લાભ થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 07:41 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK