Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જુહુનો ગુલમોહર ચોથો રસ્તો હવે સંગીતકાર બપ્પી લાહિરી માર્ગ તરીકે ઓળખાશે

જુહુનો ગુલમોહર ચોથો રસ્તો હવે સંગીતકાર બપ્પી લાહિરી માર્ગ તરીકે ઓળખાશે

Published : 21 October, 2026 06:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીકરા પર થયેલા ફાયરિંગ પછી પણ વિચલિત થયા વગર ઉદ્ઘાટનમાં જૅકી શ્રોફ હાજર રહ્યો

જુહુનો ગુલમોહર ચોથો રસ્તો હવે સંગીતકાર બપ્પી લાહિરી માર્ગ તરીકે ઓળખાશે

જુહુનો ગુલમોહર ચોથો રસ્તો હવે સંગીતકાર બપ્પી લાહિરી માર્ગ તરીકે ઓળખાશે


બૉલીવુડના લોકપ્રિય સંગીતકાર બપ્પી લાહિરીની યાદમાં તેઓ રહેતા હતા એ જુહુના ગુલમોહર ચોથા રસ્તાને હવે તેમનું નામ આપવામાં આવ્યું છે. ૧૯ ઑક્ટોબરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. હવેથી એ રોડ સંગીતકાર બપ્પી લાહિરી માર્ગ તરીકે ઓળખાશે. આ પ્રસંગે જૅકી શ્રોફ પણ હાજર રહ્યો હતો. દીકરા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ પછી પણ વિચલિત થયા વગર એક પ્રોફેશનલને છાજે એમ બીજા જ દિવસે તેણે કામ પર હાજરી આપી હતી અને ત્યાર બાદ બપ્પી લાહિરીના નામે થનારા રોડના ઉદ્ઘાટનમાં પણ હાજરી આપી હતી.
બપ્પી લાહિરીનો આ જ રોડ પર લાહિરી હાઉસ નામનો બંગલો આવેલો છે જ્યાં તેઓ ૪ દાયકા સુધી રહ્યા હતા અને તેમનો પરિવાર આ બંગલામાં રહે છે. આ પ્રસંગે તેમના પરિવારના સભ્યો હાજર હતા તેમ જ બૉલીવુડના અનેક જાણીતા ચહેરાઓ પણ દેખાયા હતા. એમાં જિતેન્દ્ર, જૅકી શ્રોફ, ગુલશન ગ્રોવર, સુનીલ શેટ્ટી, ઉદિત નારાયણ, અનુ મલિક, અલિશા ચિનૉય, અશોક પંડિત, પૂનમ ઢિલ્લન, ઇલા અરુણ અને અન્યોનો સમાવેશ થતો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK