હાલ કોસ્ટલ રોડની ટનલના બન્ને છેડે પ્રાઇવેટ સિક્યૉરિટી એજન્સીના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
મરીન ડ્રાઇવથી વરલી સુધીના કોસ્ટલ રોડ પર હવે સડસડાટ વાહનો જતાં હોવાથી અનેક રેસર્સ મોડી રાતે એના પર રેસિંગ કરતા હોવાની ફરિયાદો મળી રહી છે ત્યારે આ ન્યુસન્સને રોકવાના અને મોટરિસ્ટોની સુરક્ષાના આશય સાથે કોસ્ટલ રોડ પર ત્રણ પોલીસચોકી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ કોસ્ટલ રોડની ટનલના બન્ને છેડે પ્રાઇવેટ સિક્યૉરિટી એજન્સીના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. ટનલની અંદર CCTV કૅમેરા લગાવવામાં આવ્યા છે, એ સિવાય કોઈ સિક્યૉરિટી નથી.


