° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


ઘાટકોપરમાં માનસિક વિકલાંગ સગીરા પર રેપ કરનારા ત્રણ સગીર ઝડપાયા

22 January, 2023 08:05 AM IST | Mumbai
Anurag Kamble | anurag.kamble@mid-day.com

આ સગીર યુવકોએ એનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : ઘાટકોપરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ત્રણ સગીર યુવકોએ શૌચાલયની અંદર એક માનસિક વિકલાંગ સગીરા પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. આ સગીર યુવકોએ એનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો, જે યુવતીના ભાઈની નજરે ચડતાં તેણે પરિવારજનોને જાણ કરતાં તેમણે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસે તત્કાળ પગલાં લઈ આ ઘટના સાથે સંડોવાયેલા ત્રણે સગીર યુવકોને અટકાયતમાં લઈને તેમને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કર્યા હતા, જેમણે તેમને ચિલ્ડ્રન હોમમાં મોકલ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ૧૩ જાન્યુઆરીની છે, જ્યારે ૧૭ વર્ષની સગીરા શૌચાલય ગઈ હતી. એ સમયે શૌચાલયની નજીકમાં બેઠેલા આ ત્રણે સગીર યુવકો તેને પકડીને શૌચાલયમાં ઘસડી ગયા હતા.

તેમણે સગીરાનું મોં હાથ વડે બંધ કર્યું હતું. એક યુવક તેના પર બળાત્કાર કરી રહ્યો હતો, એ સમયે અન્ય યુવકે એનો વિડિયો ઉતાર્યો હતો. યુવતીએ પોતાને છોડાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેને આ યુવકોએ માર માર્યો હતો. અહીંથી છટકીને તે સીધી ઘરે ગઈ હતી, પરંતુ તેના પરિવારજનોને કશું જણાવી શકી નહોતી. એક અઠવાડિયા પછી તેના મોટા ભાઈએ આ વિડિયો જોયા બાદ ૨૦ જાન્યુઆરીએ ત્રણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. 

22 January, 2023 08:05 AM IST | Mumbai | Anurag Kamble

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK