Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક મહિનો છાશથી હાશ આપવાનું ઉમદા કાર્ય અને સાસુના જન્મદિવસે લસ્સીનું વિતરણ

એક મહિનો છાશથી હાશ આપવાનું ઉમદા કાર્ય અને સાસુના જન્મદિવસે લસ્સીનું વિતરણ

26 May, 2024 08:51 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ઘાટકોપરમાં રહેતાં લીના ચેતન શાહ છેલ્લાં છ વર્ષથી ઉનાળાના એક મહિના માટે ઘરે છાશ બનાવે અને પોતાના બિલ્ડિંગની બહાર ઊભા રહીને વહેંચે. દરરોજ લગભગ ૮૦૦ ગ્લાસ છાશ આપનારાં લીનાબહેને ગઈ કાલે ૭૫ કિલો દહીંની લસ્સીનું વિતરણ કરીને સ્વર્ગસ્થ સાસુનો બર્થ-ડે ઊજવ્યો

લીના ચેતન શાહ

લીના ચેતન શાહ


ભરતડકામાં બહાર નીકળ્યા હો, પસીનાથી રેબઝેબ અવસ્થામાં ક્યાંક પહોંચવાની ઉતાવળ વચ્ચે રસ્તામાં કોઈ એવી વ્યક્તિ તમને મળે જે હાથમાં છાશનો ગ્લાસ પકડાવે અને એ છાશ એકદમ પ્યૉર અને પી શકાય એવી હાઇજીનિક છે એવી ખાતરી પણ સાથે હોય. ઉપરથી છાશનો એક રૂપિયો ન લેવાય અને સાથે તમારે જેટલા ગ્લાસ છાશ પીવી હોય એની પણ છૂટ હોય. આ છાશ પીવાથી જે હાશ થાય અને વગર કહ્યે અંતરમાંથી આશીર્વાદ નીકળે એ કયા સ્તરના હોય? બસ, આ આશીર્વાદની અપેક્ષા સાથે ઘાટકોપરમાં રહેતાં લીના ચેતન શાહે છ વર્ષ પહેલાં ઉનાળાના એક મહિના માટે છાશ-વિતરણનું કાર્ય શરૂ કર્યું હતું. જોકે ગઈ કાલે તેમણે આ કામને એક ડગલું આગળ વધાર્યું હતું. ત્રણ વર્ષ પહેલાં સ્વર્ગવાસી થયેલાં સાસુ રમા અનંતરાય શાહની સ્મૃતિમાં તેમના જન્મદિવસ નિમિત્તે તેમણે લસ્સીનું વિતરણ કર્યું હતું. ૭૫ કિલો દહીંથી બનેલી હોમમેડ અને હાઇજીનિક લસ્સી પીવા માટે ઘાટકોપરમાં તેમના ઘરની પાસે લોકોની ભીડ જામી હતી.
ક્વૉલિટી સાથે કૉમ્પ્રોમાઇઝ કર્યા વિના ઘરે દહીં બનાવીને જાતે છાશ તૈયાર કરવાની અને પછી એનું વિતરણ કરવાનું એ છાશ માટેની પરંપરા લીનાબહેને લસ્સીમાં પણ અકબંધ રાખી. ઘાટકોપર-ઈસ્ટના એમ. જી. રોડ પર પૂજા હોટેલની સામે રહેતાં લીનાબહેનને આ કાર્યમાં તેમના હસબન્ડનો પૂરો સપોર્ટ રહ્યો છે. તેઓ કહે છે, ‘એક મહિનો ઉનાળામાં અમે છાશનું વિતરણ કર્યું, પણ મમ્મીજીનો બર્થ-ડે હતો તો આપણે છાશને બદલે લસ્સીનું વિતરણ કરીએ એ વિચાર પણ મારા હસબન્ડને જ આવેલો. સવારે અગિયાર વાગ્યાની આસપાસ અમે સ્ટૉલ શરૂ કર્યો હતો અને એકાદ કલાકમાં જ લોકો આવી જતાં કામ પતી ગયું હતું.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

26 May, 2024 08:51 AM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK