Thane Water Cut: 23 મેના રોજ સવારે 12:00 વાગ્યાથી શુક્રવાર એટલે કે 24 મેના રોજ સવારે 12:00 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવનાર છે.
પાણી પુરવઠા માટેની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- થાણેવાસીઓને કુલ 24 કલાક માટે પાણી પુરવઠો નહીં મળે
- આગામી 1થી 2 દિવસ સુધી પાણી પુરવઠો ઓછા દબાણનો આવશે
- આ સમયગાળા દરમિયાન પાણીનો પૂરતો સંગ્રહ કરી રાખવો
થાણેવાસીઑ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાણી પુરવઠો બંધ (Thane Water Cut) રહેવાનો છે. થાણેના મુંબ્રા, દિવા, કાલવા, માજીવાડા માનપાડા અને વાગલે સહિતના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો ગુરુવારે એટલે કે 23 મેના રોજ સવારે 12:00 વાગ્યાથી શુક્રવાર એટલે કે 24 મેના રોજ સવારે 12:00 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવનાર છે.
થાણેના આ વિસ્તારોમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય છે. MIDCની પાણી પુરવઠા યોજના હેઠળ કટાઈ નાકાથી શીલ ટાંકી સુધીની તાકીદે સમારકામની કામગીરી ચાલી રહી છે. આ જ સમારકામને પગલે આ રીતે પાણી પુરવઠો બંધ (Thane Water Cut) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બારવી ગ્રેવીટી ચેનલમાંથી 23 તારીખના રોજ સવારે 12.00થી શુક્રવારના સવારે 12.00 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે. આ રીતે થાણેવાસીઓને કુલ 24 કલાક માટે પાણી પુરવઠો ન થવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
આ વિસ્તારોમાં એક કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે
સમારકામની પ્રક્રિયા દરમિયાન દિવા, મુંબ્રા (વોર્ડ નંબર 26 અને 31ના વિસ્તારો સિવાય) તેમ જ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની કાલવા વોર્ડ સમિતિ, વાગલે વોર્ડ સમિતિ હેઠળના રૂપદેવી પાડા, વોર્ડ સમિતિ હેઠળના કિસાન નગર નંબર 2, નેહરુનગર અને માનપાડા કોલશેત ખાલચા વિલેજમાં પણ એક કલાક માટે પાણી પુરવઠો બંધ (Thane Water Cut) કરી દેવામાં આવનાર છે.
પાણી પુરવઠો થયા બાદ પણ નાગરિકોને આ સૂચના આપવામાં આવી છે
થાણેના નાગરિકોને એવી સૂચના આપવામાં આવી છે કે પાણી પુરવઠો શરૂ થયા બાદ આગામી 1થી 2 દિવસ સુધી પાણી પુરવઠો ઓછા દબાણનો આવશે. આ સાથે જ નાગરિકોને એવી પણ અપીલ કરવામાં આવી છે કે સૌએ આ સમયગાળા દરમિયાન પાણીનો પૂરતો સંગ્રહ કરી રાખવો અને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જેથી જે દિવસે પાણી પુરવઠો ન આવે ત્યારે જોઈ મુશ્કેલી ન પડે.
Thane Water Cut: આ કામ ઉપરણટ વેરાવલી જળાશય I, II અને IIIના પાણીના સ્તરમાં સુધારો કરવાનું કામ પણ હાથ ધરવામાં આવનાર છે. આ જ કારણોસર અંધેરી (પૂર્વ) અને (પશ્ચિમ), જોગેશ્વરી (પૂર્વ) અને (પશ્ચિમ), વિલે પાર્લે (પૂર્વ) અને (પશ્ચિમ)નો પાણી પુરવઠો સુધરશે એવું પણ કહેવાઈ રહ્યું છે. આ કંકાજને કારણે કે/પશ્ચિમ, પી/દક્ષિણ વોર્ડના કેટલાક ભાગોમાં પુરવઠામાં ઘટાડો થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ કે/પૂર્વ, પી/દક્ષિણ અને કે/પશ્ચિમ વોર્ડના કેટલાક ભાગમાં પુરવઠો બંધ થશે, એમ સિવિક બોડીએ જણાવ્યું હતું.

