જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ‘આ એક્સ્પોની મુલાકાત લેવાનું રહી ગયું હોય તેઓ એના ડિજિટલ વર્ઝનનો ઉપયોગ કરી શકે છે
‘હોમ ઉત્સવ : પ્રૉપર્ટી ૨૦૨૪
થાણેની લીડિંગ પ્રૉપર્ટી અને હોમ ફાઇનૅન્સ એક્સ્પો ક્રેડાઇ-એમસીએચઆઇ થાણેનું ‘હોમ ઉત્સવ : પ્રૉપર્ટી ૨૦૨૪’નું ચોથા દિવસે ભવ્ય સમાપન થયું હતું. આ ઇવેન્ટમાં થાણેના ૧૦૦થી વધુ પ્રોજેક્ટ્સ તેમ જ ૫૦થી વધુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ તથા ૧૫થી વધુ બૅન્ક અને એચએફસીએ ભાગ લીધો હતો. આ ચાર દિવસ દરમ્યાન ૩૦,૦૦૦ કરતાં વધારે પરિવારોએ હાજરી આપી હતી.
ક્રેડાઇ-એમસીએચઆઇના પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ’૩૧,૨૦૧ લોકોનાં રજિસ્ટ્રેશન સાથે આ એક્સ્પોમાં ૨૧૭ બુકિંગ થયાં હતાં તથા ૧૨૫૦ કરોડ રૂપિયાની હોમ લોન મંજૂર કરવામાં આવી હતી. થાણેમાં એમએમઆરમાં હાઉસ લૉન્ચ તથા સેલ્સ મોટા પ્રમાણમાં થાય છે, જે થાણેના રિયલ એસ્ટેટનું મહત્ત્વ દર્શાવે છે.’
ક્રેડાઇ-એમસીએચઆઇ થાણેના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અજય આશરે જણાવ્યું હતું કે ‘ઘર ખરીદનારાઓ માટે હોમ ઉત્સવ : પ્રૉપર્ટી ૨૦૨૪ એ ટ્રસ્ટ ફૅક્ટર સાબિત થયું છે. શહેરના ગ્રોથ સાથે ક્રેડાઇ-એમસીએચઆઇ વર્ષોથી સંકળાયેલું રહ્યું છે.’
ADVERTISEMENT
જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ‘આ એક્સ્પોની મુલાકાત લેવાનું રહી ગયું હોય તેઓ એના ડિજિટલ વર્ઝનનો ઉપયોગ કરી શકે છે. આવતા વર્ષે પણ આ એક્સ્પોનું આયોજન થશે.’
એકવીસમા રિયલ એસ્ટેટ્સ અને એચએફસી એક્સ્પો ૨૦૨૪ના વિનર્સનું લિસ્ટ આ મુજબ છે : મોસ્ટ કન્ઝ્યુમર સેન્ટ્રિક એક્ઝિબિટર ઑફ ધ યરના પ્રથમ ક્રમે સ્ક્વેરફીટ ગ્રુપ છે અને બીજા ક્રમે નવરંગ રિયલિટી પ્રાઇવેટ લિમિટેડ છે. મોસ્ટ ઇનોવેટિવ બ્રૅન્ડ કમ્યુનિકેટર ઑફ ધ યર તરીકે આશર ગ્રુપ છે અને બીજા ક્રમે જેવીએમ સ્પેસિસ છે. બેસ્ટ ડેબ્યુ સ્ટૉલ તરીકે સુજી ગ્રુપ અને બીજા ક્રમે ઑબેરૉય રિયલિટી છે. બેસ્ટ એચએફસી સ્ટૉલના વિજેતા એસબીઆઇ બૅન્ક છે અને બીજા ક્રમે એચડીએફએસી બૅન્ક છે.