૫૮ LSD ડૉટ અને ૯.૫૫ ગ્રામ ગાંજો મળી આવ્યાં હતાં જેની કુલ કિંમત ૧૩.૪૩ લાખ રૂપિયા થાય છે.
પ્રતીકાત્મક તસવીર
થાણેના વર્તકનગર પોલીસે શનિવારે રાતે બે યુવાનોને ૧૩.૪૩ લાખના લિસર્જિક ઍસિડ ડાઇએથિલેમાઇડ (LSD) અને ગાંજા સાથે ઝડપી લીધા હતા. વર્તકનગર પોલીસે ૨૩ વર્ષના સ્વરૂપ જિતેન્દ્ર સાવંત અને ૨૬ વર્ષના સંકેત સંદીપ લાડને એક જાણીતા મૉલ પાસેથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૫૮ LSD ડૉટ અને ૯.૫૫ ગ્રામ ગાંજો મળી આવ્યાં હતાં જેની કુલ કિંમત ૧૩.૪૩ લાખ રૂપિયા થાય છે. થાણે પોલીસના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સ તેમણે થાણેના સાહિલ ઑગસ્ટીન અને નવી મુંબઈના દેવેશ ત્રિવેદી પાસેથી મેળવ્યું હતું. સ્વરૂપ અને સંકેત એ ડ્રગ્સ વેચવાની કોશિશ કરી રહ્યા હતા. વર્તકનગર પોલીસે સ્વરૂપ અને સંકેત સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અત્યારે આ બન્ને આરોપીને પોલીસ શોધી રહી છે.