Thane: આ બીના વિષે વાત કરતાં જણાવ્યું હતું કે આ બિલ્ડીંગનું સ્ટ્રક્ચર ઓલરેડી જોખમી કેટેગરીમાં મૂકવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણે (Thane)માંથી એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત અહેવાલો સૂચવી રહ્યા છે કે થાણેમાં આવેલ એક ત્રીસ વર્ષ પુરાણી બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્લેટના છજ્જાનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. આ પ્રમાણેની માહિતી અધિકારીઓએ આપી હતી. તમને જણાવી દઈએ કે લોકમાન્ય નગર વિસ્તારમાં આ ઘટના બની છે. જે ઈમારતના ફ્લેટ સાથે આ દુર્ઘટના બની હતી તે ત્રણ માળની છે. સ્વામી એપાર્ટમેન્ટ નામની બિલ્ડીંગમાં ગુરુવારે આ ઘટના બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ આ બીના વિષે વાત કરતાં જણાવ્યું હતું કે આ (Thane) બિલ્ડીંગનું સ્ટ્રક્ચર ઓલરેડી જોખમી કેટેગરીમાં મૂકવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સિવિક કર્મચારીઓએ હાલ આ સ્થળે (Thane) જઈને સમગ્ર સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. જે તે પરિસરની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. હાલમાં અહીં જે છજ્જાનો ભાગ તૂટી પડ્યો છે તેને ખસેડવાની કામગીરી હાથ હરી છે. તમને જણાવ્યું એમ ઓલરેડી આ બિલ્ડીંગના સ્ટ્રક્ચરને જોખમી કેટેગરીમાં મુકાયું હતું માટે તરત જે જે ભાગ તૂટે એવો જણાતો હતો તેને તરત જ તોડી પાડવામાં આવ્યો હતો. તેમ તડવીએ જણાવ્યું હતું. પીટીઆઈના અહેવાલ મુજબ તેમણે ઉમેર્યું હતું કે, "અહીં હાલ તો કોઈ પણ રહેવાસીઓના સ્થળાંતરની જરૂર પડી નથી" જોકે, અધિકારીઓ દ્વારા આ જોખમી બિલ્ડીંગના સંબંધિત આગળની કાર્યવાહી શી હશે તે વિષેના કોઈ જ અપડેટ આપવામાં આવ્યા નથી.
ADVERTISEMENT
આવી જ એક અન્ય ઘટના (Thane) વિષે વાત કરવામાં આવે તો દીવાલ ધરાશાયી થતાં બે મજૂરોનાં મોત થયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે બપોરે અહીં એક બાંધકામ સ્થળ પર દીવાલ ધરાશાયી થતાં બે મજૂરોનું મોત થયું હતું. આ ઘટના ગોરેલાલ ચોક પાસે બની હતી જ્યાં એક દુકાનનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. બિરસીના રહેવાસી અક્ષય પાચે અને ડાંગોરલીના રહેવાસી જીતેન્દ્ર બહે સ્થળ પર કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક બાજુની દીવાલ ધસી પડી હતી અને બંને મજૂર કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે પાચેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બે માળના મકાનનો એક ભાગ ધરાશાયી થતાં વ્યક્તિની હાલત ગંભીર
આ સાથે જ તમને જણાવી દઈએ કે મંગળવારે એન્ટૉપ હિલ વિસ્તારમાં બે માળના મકાનનો એક ભાગ તૂટી પડતાં ૩૫ વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ઇજાગ્રસ્ત મોહમ્મદ હુસૈન શેખની સાયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બપોરે ૨.૧૫ વાગ્યે ભારતીય કમલા નગર વિસ્તારમાં બની હતી. એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ત્રણ કલાકની અંદર મહાનગરમાં આ પ્રકારની આ બીજી ઘટના પ્રકાશમાં આવી હતી.


