32 વર્ષીય સ્પાના માલિક અને 42 વર્ષીય એક સફાઇ કર્મચારીની ધરપકડ કરવામાં આવે છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને અનૈતિક વેપાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
પોલીસ પ્રમાણે, 32 વર્ષીય સ્પાના માલિક અને 42 વર્ષીય એક સફાઇ કર્મચારીની ધરપકડ કરવામાં આવે છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને અનૈતિક વેપાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
નવી મુંબઈમાં પોલીસે સ્પા સેન્ટરમાં દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 15 મહિલાઓને બચાવી છે, જેને જબરજસ્તી વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવી હતી. પોલીસે સ્પાના માલિક અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
પોલીસને મળેલી સીક્રેટ ઇન્ફૉર્મેશનના આધારે 27 સપ્ટેમ્બરના બેલાપુર ક્ષેત્રમાં સ્થિત સ્પામાં ફેક ગ્રાહક મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે ત્યાં દરોડા પાડ્યા. આ કાર્યવાહી દરમિયાન 15 મહિલાઓને બચાવવામાં આવી, જેમાંથી એક નેપાળની અને અન્ય મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતની રહેવાસી છે.
પોલીસ પ્રમાણે, 32 વર્ષીય સ્પાના માલિક અને 42 વર્ષીય એક સફાઈ કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અન્ય ગુનાહિત સમાચાર
થાણેની ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલ (AHTC)એ વાગળે એસ્ટેટમાં હિન્દુસ્તાન ફૅમિલી રેસ્ટોરાંમાં છટકું ગોઠવીને હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટ ચલાવતી એક મહિલાની ધરપકડ કરી હતી. નાની ઉંમરની યુવતીઓ સપ્લાય કરવાના નામે આરોપી મહિલા ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા લેતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ બનાવમાં બે યુવતીઓને છોડાવીને તેમને સુધારગૃહમાં મોકલી આપવામાં આવી હતી અને દલાલ મહિલા સહિત બે લોકો સામે વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. આરોપી મહિલા કેટલા વખતથી આ રૅકેટ ચલાવતી હતી એની વધુ તપાસ કરવામાં આવી હતી.
થાણે AHTCનાં સિનિયર ઇન્સ્પેક્ટર વૈશાલી ગોરડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્ત સૂત્રો પાસેથી અમને માહિતી મળી હતી કે નવી મુંબઈમાં રહેતી એક મહિલા ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા લઈને થાણે વિસ્તારમાં હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટ ચલાવી રહી છે. આરોપી મહિલા ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ગ્રાહક શોધતી હોવાનું માલૂમ પડ્યું હતું. એના આધારે અમે તે મહિલાને પકડવા માટે છટકું ગોઠવીને તેને વાગળે એસ્ટેટની હિન્દુસ્તાન રેસ્ટોરાંમાં બોલાવી હતી. ત્યાં આરોપી મહિલા તેની સાથે બે યુવતીને પણ લાવી હોવાની ખાતરી થતાં અમે છાપો મારીને દલાલ મહિલાની ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું હતું કે દલાલ મહિલા વિવિધ રાજ્યોમાંથી જરૂરિયાદમંદ યુવતીઓને થાણે, મુંબઈ બોલાવીને તેમની પાસે આવાં કામ કરાવતી હતી.
ઘરમાં મૃત મળી મહિલા વકીલ
દરમિયાન, મુંબઈના પવઈમાં એક મહિલા વકીલ તેમના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. બાદમાં પોલીસે આ કેસના સંદર્ભમાં તેમના પતિની ધરપકડ કરી હતી. મૃતકની ઓળખ સાવિત્રી દેવી ચંદ્રભાણ તરીકે થઈ હતી, જે પવઈના રાહેજા બિલ્ડિંગમાં એકલી રહેતી હતી. રવિવારે બપોરે તેઓ તેમના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા, ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. સાવિત્રી દેવીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને પુષ્ટિ આપી હતી કે મૃત્યુનું કારણ ગૂંગળામણ હતું. પવઈ પોલીસે ગોટાળાની શંકા વ્યક્ત કરીને આ મામલાની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી.


