હવે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા એ ગટરના તોડી પાડેલા ભાગની આસપાસ સુરક્ષાની દૃષ્ટિએ પટ્ટી બાંધી એને કૉર્ડન કરી લેવાયો છે.
ગાય ગટરમાં ફસાઈ ગઈ હતી
થાણે ઘોડબંદર રોડ પર કાસારવડવલી ખાતે ફુટપાથ નીચે આવેલી એક ગટર પર ઢાંકણું ન હોવાથી ગઈ કાલે સાંજે ૪.૩૦ વાગ્યે એક ગાય એમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને કરાયા બાદ ખાસ જેસીબી મશીન લાવવામાં આવ્યું હતું. ગાયને ઈજા ન પહોંચે એ રીતે ગટરની ઉપરનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ગાયને સંભાળીને બહાર કાઢવામાં આવી હતી. જોકે એમ છતાં ગાયને થોડા નાના-મોટા ઘસરકા થયા હતા. એથી એનો ઇલાજ પણ કરવામાં આવ્યો હતો. હવે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા એ ગટરના તોડી પાડેલા ભાગની આસપાસ સુરક્ષાની દૃષ્ટિએ પટ્ટી બાંધી એને કૉર્ડન કરી લેવાયો છે.

