Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > AC યુનિટ લગાવવા ગયેલો ટેક્નિશિયન અગિયારમા માળથી પટકાયો

AC યુનિટ લગાવવા ગયેલો ટેક્નિશિયન અગિયારમા માળથી પટકાયો

Published : 25 August, 2026 09:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરક્ષાના નિયમોના પાલનમાં બેદરકારી બતાવનારા બે લોકોની થઈ અટકાયત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાંદરા-ઈસ્ટના કલાનગરમાં આવેલા ૨૯ માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આઉટડોર ઍર-કન્ડિશન (AC) યુનિટનું ઇન્સ્ટૉલેશન કરતી વખતે ૨૭ વર્ષના એક ટેક્નિશિયને અગિયારમા માળથી નીચે પટકાતાં જીવ ગુમાવ્યો હતો. શનિવારે બપોરે આશરે ૧૨.૩૦ વાગ્યે ટેન BKC નામના બિલ્ડિંગમાં આ દુર્ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ ટેક્નિશિયન ACનું આઉટડોર યુનિટ લગાવી રહ્યો હતો ત્યારે તેણે હેલ્મેટ પહેરી નહોતી. પ્રાથમિક તપાસમાં સુરક્ષાના નિયમોનું પાલન પણ થયું ન હોવાનું સામે આવ્યું હતું. બેદરકારીને પગલે ખેરવાડી પોલીસે સુપરવાઇઝર અને AC કૉન્ટ્રૅક્ટર સામે કેસ નોંધીને બન્નેની અટકાયત કરી છે.



અટકાયત કરાયેલા બન્ને જણે પૂછપરછ દરમ્યાન એવો દાવો કર્યો હતો કે ટેક્નિશિયને સેફટી હાર્નેસ યોગ્ય રીતે પહેરી હતી કે નહીં એ વિશે તેમની પાસે કોઈ સ્પષ્ટ માહિતી નહોતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને આગળની તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK