વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડ પ્રોજેક્ટને કારણે ૧૦૩.૬૫ હેક્ટર જમીન પર ફેલાયેલાં મૅન્ગ્રોવ્ઝ કપાશે
પ્રતીકાત્મક તસવીર
વર્સોવા-ભાઈંદર વચ્ચે બની રહેલા કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે હાઈ કોર્ટે પરવાનગી આપ્યા બાદ BMCએ મૅન્ગ્રોવ્ઝ કાપવાનું શરૂ કર્યું છે ત્યારે મૅન્ગ્રોવ્ઝને બચાવવા માટે NGO વનશક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.
BMCનો દાવો છે કે મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ ઍન્ડ ક્લાયમેટ ચેન્જ (MOEFCC)ની વર્કિંગ પરમિશન હેઠળ અને રાજ્યના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળીને સરફેસ લેવલનાં મૅન્ગ્રોવ્ઝ કાપવાનું અમે શરૂ કર્યું છે.
ADVERTISEMENT
આ પ્રોજેક્ટને લીધે ૧૦૩.૬૫ હેક્ટર જમીન પર ફેલાયેલાં કુલ ૪૫,૬૭૫ મૅન્ગ્રોવ્ઝને અસર થશે, જેમાંથી લગભગ ૯૦૦૦ જેટલાં મૅન્ગ્રોવ્ઝ કાયમી ધોરણે દૂર કરવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી બાકીનાં ૩૬,૬૭૫ મૅન્ગ્રોવ્ઝને અન્ય સ્થળે ફરીથી રોપવામાં આવશે.
NGO વનશક્તિએ ૧૧ માર્ચે BMC અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને રિમાઇન્ડર નોટિસ પણ મોકલી છે જેમાં જ્યાં સુધી અંતિમ (સ્ટેજ II) મંજૂરી ન મળે ત્યાં સુધી મૅન્ગ્રોવ્ઝ કાપવાનું બંધ કરવા જણાવ્યું છે. જોકે BMC તરફથી એનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
