થાણેમાં નવી કોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓકે કહ્યું...
થાણેમાં કોર્ટની નવી ઇમારતનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓકે શનિવારે લોકાર્પણ કર્યું હતું.
થાણેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં નવા બાંધવામાં આવેલા બિલ્ડિંગનું શનિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેલા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓકે કહ્યું હતું કે ‘ભારતના બંધારણને ૭૫ વર્ષ થયા બાદ પણ સામાન્ય લોકોને સમયસર ન્યાય નથી મળી રહ્યો એની આપણને બધાને ખબર હોવી જોઈએ. આજની પરિસ્થિતિમાં સામાન્ય લોકોને ઝડપથી ન્યાય અપાવવા માટે જરૂરી વિચાર અને ઉપાય યોજના કરવાની જરૂર છે. થાણેકરોને હું ટૂંકમાં કહું છું, જૂની પેઢીના થાણેકરોને યાદ હશે કે થાણેમાં એક સમયે લોકોને કોર્ટમાં લઈ જવાને બદલે કોર્ટની બહાર જ ન્યાય અપાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આવા પ્રયાસને આપણે આગળ કેમ ન વધારી શક્યા એનો આપણે વિચાર કરવો જોઈએ. નવી ઇમારતો બનાવવાથી કે નવી ટેક્નૉલૉજીથી લાવવાથી પ્રશ્નનો ઉકેલ નહીં આવે. આપણે ન્યાય માટે દરરોજ પ્રયાસ કરવા પડશે. ન્યાયવ્યવસ્થામાં જે કમી છે એનો વિચાર આપણા ન્યાયાધીશોએ પણ કરવો રહ્યો.’


