Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સેન્ટ્રલ અને હાર્બર લાઇનમાં રવિવારે બ્લૉક, વેસ્ટર્નમાં શ​નિવારે નાઇટ બ્લૉક

સેન્ટ્રલ અને હાર્બર લાઇનમાં રવિવારે બ્લૉક, વેસ્ટર્નમાં શ​નિવારે નાઇટ બ્લૉક

06 July, 2024 11:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકોને અગવડ ન પડે એ માટે કેટલીક ટ્રેનો CSMTથી કુર્લા અને કેટલીક ટ્રેનો પનવેલથી વાશી વચ્ચે દોડાવવામાં આવશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સેન્ટ્રલ રેલવેમાં રવિવારે થાણે અને દીવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન પર સવારના ૧૦.૫૦થી બપોરના ૩.૨૦ વાગ્યા સુધી બ્લૉક રાખવામાં આવ્યો છે એટલે આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડશે. રવિવારે હાર્બર લાઇનમાં કુર્લાથી વાશી વચ્ચે પણ બન્ને તરફની આવતી અને જતી લાઇન પર સવારના ૧૧.૧૦થી સાંજના ૪.૧૦ વાગ્યા દરમ્યાન બ્લૉક રાખવામાં આવ્યો છે. લોકોને અગવડ ન પડે એ માટે કેટલીક ટ્રેનો CSMTથી કુર્લા અને કેટલીક ટ્રેનો પનવેલથી વાશી વચ્ચે દોડાવવામાં આવશે.


વેસ્ટર્ન લાઇનમાં શનિવારે રાતે મધરાત બાદ ૧૨.૧૫ વાગ્યાથી રવિવારે પરોઢિયે ૪.૧૫ વાગ્યા દરમ્યાન વસઈથી વિરાર વચ્ચે નાઇટ બ્લૉકનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે દિવસે દરમ્યાન કોઈ બ્લૉક નહીં હોય.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2024 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK