Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મંદિરોને દાનમાં મળેલી જમીનને ડેવલપમેન્ટ માટે ખુલ્લી કરવાનો રાજ્ય સરકારનો પ્રયાસ

મંદિરોને દાનમાં મળેલી જમીનને ડેવલપમેન્ટ માટે ખુલ્લી કરવાનો રાજ્ય સરકારનો પ્રયાસ

Published : 08 May, 2026 11:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક લાખ હેક્ટર જમીનનો ઉપયોગ પ્રાઇવેટ કબજેદારો કરી રહ્યા છે, એનો ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવાનો વિચાર

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


રાજ્યમાં મંદિરોને રાજા-મહારાજા તરફથી ભેટ કે દાનમાં મળેલી ઇનામની જમીન તરીકે ઓળખાતી જમીનો પર ડેવલપમેન્ટ કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવિત નિર્ણયથી વિશાળ જમીનના પ્લૉટ ઓપન થવાની શક્યતા છે. એવો અંદાજ છે કે લગભગ એક લાખ હેક્ટર જમીન અત્યારે દેવસ્થાન ઇનામ જમીન તરીકે નોંધાઈ છે, જેમાંથી મોટા ભાગની જમીન પ્રાઇવેટ કબજા હેઠળ છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ નાબૂદી અધિનિયમ, ૨૦૨૬નો ડ્રાફ્ટ ઇશ્યુ કર્યો છે અને જનતા પાસેથી સૂચનો અને વાંધા મગાવ્યાં છે. નાગરિકો પાંચ જૂન સુધીમાં મંતવ્યો રજૂ કરી શકે છે.

રાજ્ય સરકારના મતે મંદિરની માલિકીની જમીનનો મોટો હિસ્સો હાલમાં લોકો દ્વારા કબજે કરવામાં આવ્યો છે જેઓ એનો ઉપયોગ ખેતી અથવા અન્ય હેતુઓ માટે કરે છે. જોકે મંદિરોને આ મિલકતોમાંથી બહુ ઓછી અથવા કોઈ આવક થતી નથી. ઘણા કિસ્સાઓમાં જમીન ગેરકાયદે કબજા હેઠળ પણ છે જેથી આ મુદ્દો વધુ જટિલ બનતો હોય છે. તેથી હવે આ જમીનનો ઉપયોગ સરકાર ડેવલપમેન્ટ માટે ભાડે આપી શકાય એ માટે નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK