હોળી બાદ સામાન્ય રીતે ગરમીમાં વધારો થાય છે, પણ આ વખતે વહેલી ગરમી શરૂ થવાની આગાહી
અચાનક જ પાંચ ડિગ્રી તાપમાન વધતાં મુંબઈગરા ગરમીમાં શેકાયા
હોળી બાદ સામાન્ય રીતે ગરમીમાં વધારો થાય છે. હજી હોળીને ત્રણ અઠવાડિયાંની વાર છે ત્યાં જ સૂરજદાદા અગ્નિ ઓકવા લાગ્યા છે. ફેબ્રુઆરીના અંતમાં સામાન્ય રીતે હોય એના કરતાં ગઈ કાલે ૪.૮ ડિગ્રી ઊંચું તાપમાન નોંધાતાં મુંબઈગરા ગરમીમાં શેકાયા હતા. ગઈ કાલે કોલાબામાં ૩૫.૨ તો સાંતાક્રુઝમાં ૩૭.૨ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આગામી થોડા દિવસ આવું જ વાતાવરણ રહેવાની આગાહી કરી છે.