નવી મશાલમાં આગની જ્વાળા ઉપરની તરફ કરવામાં આવી છે તેમ જ મશાલની પાછળનું ભગવા રંગનું સર્કલ પણ દૂર કરવામાં આવ્યું છે.
ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT પક્ષ મશાલ ચૂંટણીચિહ્ન
શિવસેનામાં ભાગલા પડ્યા બાદ કેન્દ્રીય ચૂંટણી કમિશને શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન એકનાથ શિંદે જૂથને ફાળવ્યાં હતાં અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT પક્ષને મશાલ ચૂંટણીચિહ્ન ફાળવ્યું હતું. આ ચિહ્ન પરથી જ શિવસેના(UBT)એ લોકસભાની ચૂંટણી લડી હતી. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે શિવસેેના(UBT)ની મશાલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની મશાલ આઇસક્રીમના કૉન જેવી દેખાતી હતી એટલે શિવેસાના(UBT)ના નેતા અને કાર્યકરોએ એમાં બદલાવ કરવાની માગણી કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ
કરી હતી. આથી મશાલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી મશાલમાં આગની જ્વાળા ઉપરની તરફ કરવામાં આવી છે તેમ જ મશાલની પાછળનું ભગવા રંગનું સર્કલ પણ દૂર કરવામાં આવ્યું છે.


