પનવેલના શિવસેનાના પદાધિકારી પ્રથમેશ સોમણ અને તેમના કાર્યકરોએ ખરીદેલી ઍમ્બ્યુલન્સ પણ મુખ્ય પ્રધાનને અર્પણ કરી હતી
ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે પનવેલની મુલાકાતે જવાના હતા એટલે ત્યાંના શિવસૈનિકોએ બુધવારે ૧૬ લાખ રૂપિયાના ખર્ચે એક ઍમ્બ્યુલન્સ ખરીદીને એના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો. પનવેલમાં હોવા છતાં ઉદ્ધવ ઠાકરે આ કાર્યક્રમમાં જઈ નહોતા શક્યા એટલે પનવેલના શિવસૈનિકો ખૂબ નારાજ થઈ ગયા હતા. તેમણે ત્યાર બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના થાણેના ઘરે જઈને તેમના પક્ષમાં પ્રવેશ કર્યો હતો. પનવેલના શિવસેનાના પદાધિકારી પ્રથમેશ સોમણ અને તેમના કાર્યકરોએ ખરીદેલી ઍમ્બ્યુલન્સ પણ મુખ્ય પ્રધાનને અર્પણ કરી હતી.


