Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનાએ ‘ઑપરેશન લોટસ’ની સરખામણી કરી ‘અલકાયદા’ સાથે

શિવસેનાએ ‘ઑપરેશન લોટસ’ની સરખામણી કરી ‘અલકાયદા’ સાથે

26 August, 2022 12:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભાજપ પર લગાવ્યો કમળને બદનામ કરવાનો આરોપ

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર Maharashtra Politics

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર


શિવસેના (Shivsena)એ તેના મુખપત્ર ‘સામના’ (Saamana)માં ફરી એકવાર ભાજપ (BJP) પર નિશાન સાધ્યું છે. સામનામાં આપેલા લેખની પ્રસ્તાવનામાં ‘ઑપરેશન લોટસ’ (Operation Lotus)ની સરખામણી વૈ’શ્વિક આતંકવાદી સંગઠન અલકાયદા’ સાથે કરવામાં આવી છે. આમ તેમણે ભાજપને આતંકવાદી સંગઠન ગણાવ્યું છે. આ સાથે જ શિવસેનાએ કહ્યું કે, ‘ભાજપે ભગવાન વિષ્ણુના પ્રિય ફૂલ ‘કમળ’ને બદનામ કર્યું છે.’

શિવસેના અને ભાજપમાં એક સમયે મિત્રતા હતી. પણ આ જ શીવસેના હવે ભાજપની કાપતી ફરે છે. મુખપત્ર સમનામાં ઉગ્ર સોષ ઠેલવ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) સરકારને પાડી નાખવા માટે શરું કરાયેલ ‘ઑપરેશન લોટસ’ નિષ્ફળ જતા ભાજપનો પર્દાફાશ થયો છે. તેમણે આપના પ્રમુખ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના દાવાનો પણ ઉલ્લેખ કર્યો છે.


‘સામના’માં ‘સંભ્રમિત યુગ! બદનામ કમળ!’ શીર્ષકવાળા લેખમાં લખ્યું છે કે, ‘શરદ પવારે કહ્યું છે કે દેશની પરિસ્થિતિ મૂંઝવણ ભરેલી છે. આવી અનેક મૂંઝવણભરી બાબતોનું હાલમાં પૂર આવ્યું છે. સરકારને ચૂંટવાને બદલે વિરોધીઓની સરકારો તોડવાની, પાર્ટીને તોડવાનું કામ ચાલુ છે. જેના કારણે વિષ્ણુનું પ્રિય ફૂલ કમળ બદનામ થઈ ગયું છે. ‘ઑપરેશન લોટસ’ એટલે કે કમળ અલકાયદાની જેમ આતંકવાદી શબ્દ બની ગયો છે.’


આગળ લખ્યું છે કે, ‘મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આવી જાહેરાત કરી છે કે, દિલ્હી સરકારને પછાડવા માટે શરૂ કરાયેલું ઑપરેશન કમળ નિષ્ફળ ગયું છે. ભાજપની પોલ ખુલ્લી પડી ગઈ છે. બિહારમાં પણ ઑપરેશન લોટસ સફળ નથી થયું અને તેલંગાણાના મુખ્યપ્રધાન કે.સી. ચંદ્રશેખર રાવે અમિત શાહને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે ઇડી, સીબીઆઈ વગેરે લગાવીને મારી સરકારને પતન કરો. મહારાષ્ટ્રમાં ઇડીના ડરથી શિંદે જૂથ ઘૂંટણિયે પડ્યું પણ અન્ય રાજ્યોમાં કોઈ ઝૂકવા તૈયાર નથી. સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમ દિલ્હી રાજ્યમાં ઘટ્યો હતો.’

‘સીબીઆઈ દ્વારા કેજરીવાલની સરકારને પછાડવાના પ્રયાસો ચાલુ છે. દિલ્હી સરકારની દારૂની નીતિ, તેમની આબકારી નીતિ, તેમના દ્વારા દારૂના વિક્રેતાઓને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ, તે ભાજપની દૃષ્ટિએ ટીકાનો વિષય હશે પરંતુ આ નિર્ણય વ્યક્તિગત ન હતો, આખી સરકારનો હતો અને દિલ્હીના નાયબ ગવર્નર પણ સામેલ હતા. પરંતુ કેબિનેટના નિર્ણયને જવાબદાર ઠેરવીને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. તેમને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા અને આ કેસ હવે ઇડી એટલે કે ભાજપની વિશેષ શાખાને સોંપવામાં આવ્યો છે. મનીષ સિસોદિયા પર ધરપકડની તલવાર લટકી રહી છે. સિસોદિયા ભાગેડુ નથી. પરંતુ લુકઆઉટ નોટિસ આપીને જનતાએ ચૂંટેલી સરકારને અપમાનિત કરવામાં આવી હતી. એટલે જ દેશની હાલત કફોડી છે. જો પવાર આમ કહે છે તો તે સાચું છે. આ બધું કેજરીવાલની સરકારને તોડવા માટે કરવામાં આવી રહ્યું છે. હવે મનીષ સિસોદિયાએ ભાજપના ‘વોશિંગ મશીન’ પર બોમ્બ ફેંક્યો છે.’, એમ શિવસેનાએ લખ્યું છે.


વધુ નિશાન સાઘતા શિવસેનાએ લખ્યું છે કે, ‘કેન્દ્ર સરકાર અને તેના પ્રમુખોને ૨૦૨૪નો ડર છે. આ ડર કેજરીવાલ, મમતા, ઉદ્ધવ ઠાકરે, નીતિશ કુમાર અને શરદ પવારનો છે. આ પ્રમુખો પોતાના પડછાયાથી પણ ડરે છે. તો નીતિન ગડકરી અને શિવરાજ સિંહ પણ ચૌહાણની પાછળ ગયા, એવું લાગે છે. આટલી જંગી બહુમતી હોવા છતાં આ લોકો શા માટે ડરે છે? એક જ જવાબ છે, તેમની બહુમતી પવિત્ર નથી. તેની ચોરી થઈ છે.’

26 August, 2022 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK