શરદ પવારે ઝેડ પ્લસ સિક્યૉરિટી ગઈ કાલે નકારી દીધી હતી
શરદ પવાર
કેન્દ્ર સરકારે શરદ પવારને જોખમ હોવાનું માનીને ગયા અઠવાડિયે તેમને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવાનો નિર્ણય લીધો હતો. જોકે શરદ પવારે ઝેડ પ્લસ સિક્યૉરિટી ગઈ કાલે નકારી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘કેન્દ્રીય ગૃહપ્રધાનની ઑફિસમાંથી મને જાણ કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, ગૃહપ્રધાન અમિત શાહ અને મને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મેં આવી સિક્યૉરિટી ન લેવાનું કહ્યું હતું.’ કેન્દ્ર સરકારે પોતાને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવાનો નિર્ણય લીધો હોવા વિશે શરદ પવારે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે આવી સિક્યૉરિટી આપીને કેન્દ્ર સરકાર મારા પર નજર રાખવા માગે છે. આવી શંકાને કારણે જ શરદ પવારે ઝેડ પ્લસ સિક્યૉરિટી ન લેવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


