Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મસિટીમાં હસલ અને પતિ, પત્ની ઔર પંગાના સેટ આગની લપેટમાં

ફિલ્મસિટીમાં હસલ અને પતિ, પત્ની ઔર પંગાના સેટ આગની લપેટમાં

Published : 06 October, 2026 10:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રાઇમ ફોકસ સ્ટુડિયોની પાછળનું ટેમ્પરરી સ્ટ્રક્ચર આગમાં બળીને ખાખ

ગોરેગામ ફિલ્મસિટીના ટેમ્પરરી સેટ પર ગઈ કાલે લાગેલી ભીષણ આગ.

ગોરેગામ ફિલ્મસિટીના ટેમ્પરરી સેટ પર ગઈ કાલે લાગેલી ભીષણ આગ.


ગોરેગામ ફિલ્મસિટીના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોની પાછળ એક કાચા સ્ટ્રક્ચરમાં ગઈ કાલે સાંજે ૪ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવતાં ફાયર-એન્જિન ધસી ગયાં હતાં. એક કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવી શકાઈ હતી.

આ આગ ‘પતિ, પત્ની ઔર પંગા-સીઝન 2’ના સેટ પરના ૧૦૦ X ૨૦ના કન્ટ્રોલ-રૂમમાં લાગી હતી. એ સમયે જોકે ત્યાં કોઈ શૂટિંગ ચાલી રહ્યું નહોતું એટલે જાનહાનિ થઈ નહોતી.  એ પછી બાજુમાં ‘હસલ-સીઝન 5’ની ગ્રૅન્ડ ફિનાલેનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યાં પણ એ પ્રસરી હતી. ત્યાં બધા કલાકારો હાજર હતા, પરંતુ બધા સુરક્ષિત હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી. આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટૉલેશન, કેબલ, દરવાજા, લાકડાનાં પાટિયાં, ઍર-કન્ડિશન યુનિટ, બામ્બુ, પ્લાસ્ટિકનું મટીરિયલ, સાઉન્ડ-સિસ્ટમ અને શૂટિંગ-મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK