સુપ્રીમ કોર્ટે ગઈ કાલે એક ચુકાદામાં કહ્યું કે ગવર્નર પાસે વિધાનસભામાં પસાર થઈ ચૂકેલા ખરડાને રોકવાની સત્તા નથી, તેમણે કાં તો મંજૂર કરવું કાં બિલ પાછું આપવું કે પછી રાષ્ટ્રપતિને આગળ મોકલી આપવું
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
તામિલનાડુના ગવર્નર અને રાજ્ય સરકાર વચ્ચે ઊઠેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિએ તેમની પાસે આવેલા કોઈ પણ બિલની મંજૂરી ક્યાં સુધીમાં આપી દેવી એની ડેડલાઇન નક્કી કરી દેવામાં આવે. ગઈ કાલે આ અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘વિધાનસભાઓએ પાસ કરેલા ખરડાને સંપૂર્ણપણે રોકવાની સત્તા ગવર્નર પાસે નથી. રાજ્યપાલો પાસે ત્રણ ઑપ્શન છે : કાં તો મંજૂરી આપે, કાં ખરડાને ફરીથી વિચાર કરવા માટે પાછો મોકલે, કાં એને પ્રેસિડન્ટ પાસે ફૉર્વર્ડ કરે. બિલોની મંજૂરી માટે કોઈ ચોક્કસ સીમા તય ન કરી શકાય, પણ જો ગવર્નરો અનિશ્ચિત સમય લે તો કોર્ટ દખલ જરૂર કરી શકે છે.


