સ્કૅમમાં વપરાયેલું બૅન્ક-અકાઉન્ટ પહેલાંના ૧૧ કેસમાં પણ વપરાયું છે. તેથી આરોપીઓની પૂછપરછ કરીને મોટા સ્કૅમનું પગેરું શોધવાની કાર્યવાહી ચાલુ છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એક કંપનીના ડિરેક્ટર બનીને તેના જ સ્ટાફ સાથે વૉટ્સઍપ પર ચૅટ કરીને ૧.૯૩ કરોડ રૂપિયા પડાવનારી ગૅન્ગની પોલીસે ધરપકડ કરી છે. આ ગૅન્ગમાં એક ચીની વ્યક્તિ પણ સામેલ હતી, જે લૂંટેલા પૈસાને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી આપતી હતી.
પોલીસ આપેલી માહિતી મુજબ એક જાણીતી કંપનીના સેક્રેટરીને અજાણ્યા નંબર પરથી વૉટ્સઍપ મેસેજ આવ્યો હતો જેના ડિસ્પ્લે પિક્ચરમાં તેની જ કંપનીના ડિરેક્ટરનો ફોટો હતો. મેસેજમાં તેણે કંપનીના ડિરેક્ટર તરીકે ઓળખાણ આપીને ૧.૯૩ કરોડ રૂપિયા એક બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. સેક્રેટરીએ કહ્યા પ્રમાણે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ડિરેક્ટરને વાતની ખબર પડતાં તેમણે આવું કોઈ ટ્રાન્ઝૅક્શન કરવાનું કહ્યું નહોતું એમ જણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે સાઇબર પોલીસને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે પુણે, મુંબઈ, નાશિક, ગોવા અને લખનઉથી કુલ ૬ સાગરીતોને પકડ્યા છે.
ADVERTISEMENT
સાઇબર પોલીસના અધિકારી જણાવ્યું હતું કે ‘આ સ્કૅમમાં વપરાયેલું બૅન્ક-અકાઉન્ટ પહેલાંના ૧૧ કેસમાં પણ વપરાયું છે. તેથી આરોપીઓની પૂછપરછ કરીને મોટા સ્કૅમનું પગેરું શોધવાની કાર્યવાહી ચાલુ છે.’

