વાસ્તવમાં મોહસીન શેખ એ જ વ્યક્તિ છે જે ગયા વર્ષે બકરી લાવ્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે તેની કારની તપાસ કરવામાં આવી તો હોબાળો શરૂ થઈ ગયો હતો
પ્રતીકાત્મક તસવીર (ફાઇલ)
મુંબઈને અડીને આવેલા મીરા રોડ સ્થિત એક સોસાયટીમાં બકરીઇદ (Bakra Eid) પહેલાં હોબાળો થયો હતો. આ એ જ સોસાયટી છે જ્યાં ગયા વર્ષે પણ બકરીઇદ (Bakra Eid) પહેલા હંગામો થયો હતો ત્યાં આ વખતે ફરી બકરીને લઈને હંગામો થયો છે. સોસાયટીમાં કોઈ બકરી લઈને ન આવે તે માટે સોસાયટી દ્વારા વાહનોની તલાશી લેવામાં આવી હતી, જ્યારે મોહસીન શેખની કારની તલાશી લેવામાં આવી ત્યારે હોબાળો શરૂ થયો હતો.
વાસ્તવમાં મોહસીન શેખ એ જ વ્યક્તિ છે જે ગયા વર્ષે બકરી લાવ્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે તેની કારની તપાસ કરવામાં આવી તો હોબાળો શરૂ થઈ ગયો હતો. હંગામાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બધાને શાંત પાડ્યા હતા. હાલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે, પરંતુ તણાવ યથાવત છે.
ADVERTISEMENT
ગયા વર્ષે શું થયું?
આ સોસાયટીમાં ગત વર્ષે મોહસીન શેખે એક બકરી (Bakra Eid) ખરીદી હતી, જેના કારણે હોબાળો થયો હતો. જ્યારે ત્યાં રહેતા લોકોને બકરી લાવવાની માહિતી મળી તો તેઓએ તેનો વિરોધ કર્યો અને ઘણા લોકો સામે બકરી લાવવાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
અહીં રહેતા લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે, “અમારી સોસાયટીએ એક નિયમ પસાર કર્યો હતો કે સોસાયટીની અંદર કોઈ પશુધનને પ્રવેશ આપવામાં આવશે નહીં. આનો ભંગ કરીને બે બકરા અંદર લઈ આવવામાં આવ્યા હતા, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સોસાયટીમાં રહેતા લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વખતે સોસાયટીમાં બકરા ઘૂસી ન જાય તે માટે આગોતરૂ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.”
મીરા રોડના અન્ય સમાચાર
વિશ્વ પર્યાવરણ દિવસે જ વૃક્ષોની કતલ
ચોમાસું શરૂ થવામાં છે ત્યારે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા જોખમી વૃક્ષોની છટણી કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે એમાં જૂનાં અને અડીખમ વૃક્ષોને પણ કાપવામાં આવી રહ્યાં હોવાનો આરોપ થઈ રહ્યો છે. બુધવારે વિશ્વ પર્યાવરણ દિવસ હતો ત્યારે મીરા રોડના કાશીગાવમાં સવારના સમયે ગાર્ડન વિભાગની ટીમ એક સોસાયટીની બહાર પહોંચી હતી અને જરાય જોખમી ન હોય એવાં વૃક્ષોને કાપવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોની સાથે પર્યાવરણપ્રેમીઓએ વાંધો લઈને વૃક્ષોની કતલ અટકાવી હતી. આ વિશે ફૉર ફ્યુચર ઇન્ડિયાના હર્ષદ ઢગેએ કહ્યું હતું કે ‘વિશ્વ પર્યાવરણ દિવસે દુનિયાભરમાં વૃક્ષોનું રક્ષણ કરવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવે છે, જ્યારે અહીં ઊલટી ગંગા વહે છે. જોખમી વૃક્ષો કે ડાળ કાપવાને બદલે આ લોકોએ મજબૂત અને અડીખમ વૃક્ષો પણ કાપી નાખ્યાં છે. બીજું, વૃક્ષોની છટણી કેવી રીતે કરવી જોઈએ એની તાલીમ લીધા વિનાના કર્મચારીઓને છટણીના કામમાં લગાવવામાં આવે છે. આ ગંભીર મામલો છે.’
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના ઇન્ચાર્જ કાંચન ગાયકવાડનો સંપર્ક કરવાનો પ્રયાસ ‘મિડ-ડે’ને કર્યો હતો, પરંતુ તેમની સાથે વાત નહોતી થઈ શકી.

