મુંબઈ પોલીસે બુધવારે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ 2024 (Republic Day 2024)ની પરેડ પહેલા દાદરની આસપાસના ટ્રાફિક ડાયવર્ઝનની યાદી બહાર પાડી હતી
તસવીર: સમીર આબેદી
મુંબઈ પોલીસે બુધવારે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ 2024 (Republic Day 2024)ની પરેડ પહેલા દાદરની આસપાસના ટ્રાફિક ડાયવર્ઝનની યાદી બહાર પાડી હતી.
એક નોટિફિકેશનમાં મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) જણાવ્યું હતું કે, 26મી જાન્યુઆરી 2024 (Republic Day 2024)ના રોજ દાદરના શિવાજી પાર્ક મેદાનમાં ગણતંત્ર દિવસની પરેડના કારણે, સાંજના 06:00 વાગ્યાથી 12:00 કલાક સુધી તમામ અડીને આવેલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. નીચેના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન, વાહનોની અવરજવર માટે કેટલાક માર્ગોને અસ્થાયી ધોરણે આદેશ જાહેર કરીને ડાયવર્ટ કરવામાં આવશે.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું હતું કે, લોકોની અસુવિધાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા કેટલાક ટ્રાફિક ડાયવર્ઝન જાહેર (Republic Day 2024) કરવામાં આવ્યા છે. ટ્રાફિક નોટિફિકેશન રાજુ ભુજબલ, ડીસીપી, એડિશનલ ચાર્જ (H.Q. અને મધ્ય પ્રદેશ) દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, 26મી જાન્યુઆરી, 2024ના રોજ સવારે 06.00 કલાકથી 12.00 કલાક સુધી ટ્રાફિક વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે, એમ ટ્રાફિક સૂચનામાં જણાવાયું છે.
આ માર્ગો પ્રભાવિત
- N.C. કેલકર રોડ અને કેલુસ્કર રોડ L. J. રોડ જંક્શન (ગડકરી જંક્શન)થી દક્ષિણ અને ઉત્તર જંકશન સુધી વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
- કેલુસ્કર રોડ દક્ષિણ પૂર્વ બાજુના વાહનોની અવરજવર માટે વન-વે હશે. સ્વતંત્ર વીર સાવરકર રોડ પરથી ટ્રાફિકને આ રસ્તેથી આવવા દેવાશે.
- કેલુસ્કર રોડ ઉત્તર પર મીનાતાઈ ઠાકરેની પ્રતિમા સામે જમણો વળાંક પશ્ચિમ તરફ આગળ વધતા વાહનોના ટ્રાફિક માટે વન-વે હશે.
- એસ. કે. બોલે રોડ સિદ્ધિવિનાયક જંકશનથી પોર્ટુગીઝ ચર્ચ સુધીનો એક માર્ગ હશે.
- સ્વતંત્ર વીર સાવરકર રોડ સિદ્ધિવિનાયક જંકશનથી યસ બૅન્ક સુધી વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
- સિદ્ધિવિનાયક જંકશનથી સ્વાતંત્ર વીર સાવરકર રોડ થઈને વાહનવ્યવહાર આગળ એસ.કે. બોલે રોડ પર જમણો વળાંક લઈ પોર્ટુગીઝ ચર્ચ તરફ ડાબો વળાંક લેશે - ગોખલે રોડ - ગડકરી જંક્શન - એલ. જે. રોડ - રાજા બડે ચોક થઈને પશ્ચિમ ઉપનગરો તરફ આગળ જવાનું રહેશે.
- યસ બૅન્ક જંકશનથી સિદ્ધિવિનાયક જંકશન સુધી વાહનોના ટ્રાફિક માટે પ્રવેશ પ્રતિબંધિત છે, આમ સામાન્ય જાહેર વાહનો યસ બૅન્ક પર ડાબો વળાંક લઈને આગળ જવઔ રહેશે.
- જંકશન-શિવાજી પાર્ક રોડ નંબર 5 પાંડુરંગ નાઈક રોડ - રાજા બડે ચોકથી જમણો વળાંક - એલ.જે. રોડ- ગડકરી જંક્શન - પછી ગોખલે રોડ થઈને દક્ષિણ મુંબઈ તરફ આગળ જવાનું રહેશે.
નૉ પાર્કિંગ
- કેલુસ્કર રોડ (મુખ્ય, દક્ષિણ અને ઉત્તર)
- લેફ્ટનન્ટ દિલીપ ગુપ્તે રોડ કેલુસ્કર રોડ (ઉત્તર)થી પાંડુરંગ નાઈક રોડ
- પાંડુરંગ નાઈક રોડ (રોડ નંબર 5)
- એન. સી. કેલ્કુર રોડ ગડકરી ચોકથી કોટવાલ ગાર્ડન સુધી સંત જ્ઞાનેશ્વર રોડ
રોડ માર્ચ
શિવાજી પાર્ક ગ્રાઉન્ડથી ગેટ નંબર 5 દ્વારા શરૂ થતી પરેડ ડાબા વળાંક સાથે આગળ વધશે - કેલુસ્કર રોડ ઉત્તર - સી. રામચંદ્ર ચોક (કેલુસ્કર ઉત્તર જક્શન) - ડાબો વળાંક - સ્વતંત્ર વીર સાવરકર રોડ- દક્ષિણ તરફ - સંગીતકાર વસંત દેસાઈ ચોક (કેલુસ્કર સાઉથ જંકશન) - જમણો વળાંક-નરલી બાગ ખાતે સમાપ્ત થશે.
પોલીસે જણાવ્યું હતું કે, “વાહનચાલકોને 06.00 કલાકથી 12.00 કલાક દરમિયાન ઉપરોક્ત રસ્તાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. વાહનચાલકો/પદયાત્રીઓને ઓછામાં ઓછી અસુવિધા થાય તે સુનિશ્ચિત કરવા માટે સાઇન બોર્ડ તેમ જ પોલીસ કર્મચારીઓ પણ વિવિધ સ્થળોએ હાજર રહેશે.”


