ચકાસણીમાં નિયમોનું પાલન ન કરવા બદલ નવ સોનોગ્રાફી સેન્ટરોનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારના હેલ્થ સર્વિસિસના ડિરેક્ટર ડૉ. નીતિન આંબેડકરે પહેલી જૂને જાહેર કરેલા સર્ક્યુલર મુજબ મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા પાંચથી ૨૫ જૂન દરમ્યાન આ ક્ષેત્રમાં આવેલાં સોનોગ્રાફી સેન્ટરોમાં પ્રી-કન્સેપ્શન અને પ્રી-નેટલ ડાયગ્નૉસ્ટિક ટેક્નિક્સ (PC-PNDT) ઍક્ટનું પાલન કરવામાં આવે છે કે કેમ એ ચકાસવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણીમાં નિયમોનું પાલન ન કરવા બદલ નવ સોનોગ્રાફી સેન્ટરોનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
PC-PNDTની ઍડ્વાઇઝરી કમિટીએ મીરા રોડમાં જીસીસી ક્લબ પાસેના ગરુડા ડાયગ્નૉસ્કૅન ઍન્ડ હેલ્થ સેન્ટર, નયાનગરમાં આવેલી ડૉ. ફરીદ્સ હૉસ્પિટલ, કાશીગાવમાં આવેલી આશિષ મલ્ટિ-સ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલ, ભાઈંદર-વેસ્ટમાં આવેલા નાકોડા ભૈરવ ફાઉન્ડેશન, મીરા-ભાઈંદર રોડ પર આવેલી ચિરાયુ મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ, ન્યુ ગોલ્ડન નેસ્ટમાં આવેલા ડિવાઇન હેલ્થકૅર, મીરા રોડમાં આવેલા એ. જે. ડાયગ્નૉસ્ટિક સેન્ટર, મીરાગાવમાં આવેલા એ. પી. ડાયગ્નૉસ્ટિક સેન્ટર અને મીરા રોડમાં આવેલી જાણીતી ભક્તિવેદાંત હૉસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું રજિસ્ટ્રેશન સાત દિવસથી લઈને એક મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.