જોકે રવિ રાણાનાં પત્ની અને ભૂતપૂર્વ સંસદસભ્ય નવનીત રાણા BJPના ઉમેદવારો માટે પ્રચાર કરવાનું ચાલુ રાખશે.
રવિ રાણા અને તેમનાં પત્ની અને ભૂતપૂર્વ સંસદસભ્ય નવનીત રાણા
અમરાવતી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિધાનસભ્ય રવિ રાણાની યુવા સ્વાભિમાન પાર્ટીએ ગઠબંધન તોડી નાખ્યું છે. ચૂંટણીના ગણતરીના દિવસો અગાઉ ઉમેદવારોની ખેંચતાણ ચાલી રહી છે ત્યારે અમરાવતીનાં પતિ-પત્નીમાં BJPને સપોર્ટ કરવામાં વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. અમરાવતી BJPના જિલ્લા પ્રમુખ નીતિન ધાંડેએ રવિવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ રવિ રાણાની પાર્ટીને ફાળવવામાં આવેલી ૬ બેઠકો પરથી ટેકો પાછો ખેંચી લીધો છે. તેમણે આરોપ લગાવતાં કહ્યું હતું કે ‘આ બેઠકો પર અમે BJP સાથે વૈચારિક રીતે જોડાયેલા અપક્ષ ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છીએ. યુવા સ્વાભિમાન પાર્ટીએ વચન નિભાવ્યું નથી અને BJP વિરુદ્ધ ઉમેદવારો ઊભા રાખ્યા છે.’
જોકે રવિ રાણાનાં પત્ની અને ભૂતપૂર્વ સંસદસભ્ય નવનીત રાણા BJPના ઉમેદવારો માટે પ્રચાર કરવાનું ચાલુ રાખશે.


