ઍરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે દીપિકા અને રણવીર બન્નેએ મૅચિંગ બ્લૅક લેધર જૅકેટ્સ અને બ્લુ જીન્સ પહેર્યાં હતાં અને આંખો પર સનગ્લાસિસ પહેર્યાં હતાં.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ન્યુ યૉર્કમાં વેકેશન માણીને ગઈ કાલે સવારે મુંબઈ આવી ગયાં છે. આ વેકેશન દરમ્યાન તેમણે દીપિકાની મિત્ર સ્નેહા રામચંદરનાં લગ્નમાં પણ હાજરી આપી હતી. રણવીર અને દીપિકા ઍરપોર્ટ પરથી બહાર નીકળતાં હતાં ત્યારે ફોટોગ્રાફર્સે તેમને ઘેરી લીધાં હતાં અને તેમને જોઈને જોરજોરથી બૂમો પાડવા લાગ્યા હતા. એ દરમ્યાન એક ફોટોગ્રાફરે રણવીરને ઉદ્દેશીને જોરથી ‘ધુરંધર’ કહ્યું. એ સાંભળીને દીપિકા બહુ ખુશ થઈ ગઈ અને તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. ઍરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે દીપિકા અને રણવીર બન્નેએ મૅચિંગ બ્લૅક લેધર જૅકેટ્સ અને બ્લુ જીન્સ પહેર્યાં હતાં અને આંખો પર સનગ્લાસિસ પહેર્યાં હતાં.


