ઘટનાને કોઈએ રેકૉર્ડ કરી સોશ્યલ મીડિયા પર મૂકી દેતાં લોકોએ બસના ડ્રાઇવર બાળુ ગાયકવાડને બિરદાવ્યો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પુણેમાં રૉન્ગ સાઇડ કાર ચલાવનારને પુણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (PMT)ની બસના ડ્રાઇવરે બરાબરનો સબક શીખવાડ્યો હતો. તેણે કાર સામે આવી જતાં કારને રિવર્સમાં છેક સિગ્નલ સુધી લઈ જવા મજબૂર કરી હતી અને એ ઘટનાને કોઈએ રેકૉર્ડ કરી સોશ્યલ મીડિયા પર મૂકી દેતાં લોકોએ બસના ડ્રાઇવર બાળુ ગાયકવાડને બિરદાવ્યો હતો.

