જેમાં સ્કૂલ ટ્રાન્સપોર્ટ, એમ્પ્લૉઈ ટ્રાન્સપોર્ટ, સિટીફ્લો, ઉબર ઑપરેટર્સ અને ઇન્ટરસ્ટેટ પ્રાઇવેટ બસ સર્વિસનો સમાવેશ થાય છે.
પ્રાઇવેટ બસ
પ્રાઇવેટ બસ ઑપરેટર્સની વિવિધ માગણીઓ જો નહીં સ્વીકારાય તો હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પ્રાઇવેટ બસ ઑપરેટર્સમાં સ્કૂલબસ અને ઉબર જેવી સર્વિસ આપતી બસ, પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટર્સ જેવી તમામ પ્રકારની બસના ઑપરેટર્સનો સમાવેશ છે.
મુંબઈ બસ માલક સંઘટનાના મુરાદ નાઈકે જણાવ્યું હતું કે ‘જો સરકાર અમારી લાંબા સમયથી બાકી રહેલી ફરિયાદોનું નિરાકરણ નહીં લાવે તો અમે પહેલી જુલાઈથી બેમુદત હડતાળ પર ઊતરીશું. ઈ-ચલાન, નબળાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા ઉપરાંત ડિપાર્ટમેન્ટલ સમસ્યાઓને કારણે ટ્રાન્સપોર્ટની પ્રક્રિયામાં ભારે મુશ્કેલી થાય છે.’
ADVERTISEMENT
હડતાળના નિર્ણયને તમામ પ્રકારના પૅસેન્જર ટ્રાન્સપોર્ટ ઑપરેટર્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેમાં સ્કૂલ ટ્રાન્સપોર્ટ, એમ્પ્લૉઈ ટ્રાન્સપોર્ટ, સિટીફ્લો, ઉબર ઑપરેટર્સ અને ઇન્ટરસ્ટેટ પ્રાઇવેટ બસ સર્વિસનો સમાવેશ થાય છે.

