Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈના સિનિયર સિટિઝને સાઇબર ફ્રૉડમાં ગુમાવેલા ૬૧,૯૮,૪૨૧ રૂપિયા પાંચ મહિનાની મહેનત પછી પાછા મેળવી આપ્યા પોલીસે

વસઈના સિનિયર સિટિઝને સાઇબર ફ્રૉડમાં ગુમાવેલા ૬૧,૯૮,૪૨૧ રૂપિયા પાંચ મહિનાની મહેનત પછી પાછા મેળવી આપ્યા પોલીસે

Published : 17 February, 2026 08:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફરિયાદી વરિષ્ઠ નાગરિકને વૉટ્સઍપ પર આવેલા વિડિયો-કૉલમાં આરોપીએ પોતે પોલીસ-અધિકારી હોવાનું જણાવી તેનો મોબાઇલ નંબર શંકાસ્પદ કૃત્યમાં સંડોવાયેલો હોવાનું કહ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વસઈમાં રહેતા ૮૨ વર્ષના સિનિયર સિટિઝને ડિજિટલ અરેસ્ટ ફ્રૉડમાં ગુમાવેલા ૬૧.૯૮ લાખ રૂપિયા મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસની સાઇબર ટીમે સતત પાંચ મહિના મહેનત કરી રિકવર કરીને પીડિતને પાછા આપી દીધા છે. આ મામલે પીડિતે ૨૦૨૫ની ૨૭ સપ્ટેમ્બરે માણિકપુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ વૉટ્સઍપ પર વિડિયો-કૉલ કરીને પોતાની ઓળખ પોલીસ-અધિકારી તરીકે આપીને કાનૂની કાર્યવાહીનો ભય બતાવી  ૬૧,૯૮,૪૨૧ રૂપિયાની રકમ વિવિધ બૅન્ક-ખાતાંઓમાં પડાવી લીધી હતી. ફરિયાદની નોંધ થતાં સાઇબર પોલીસે ટે​ક્નિકલ માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ સાઇબર છેતરપિંડીમાં ગુમાવેલા પૈસા પાછા મળતાં પીડિતે રાહતનો શ્વાસ લીધો છે. 

MBVV પોલીસની સાઇબર ટીમના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી વરિષ્ઠ નાગરિકને વૉટ્સઍપ પર આવેલા વિડિયો-કૉલમાં આરોપીએ પોતે પોલીસ-અધિકારી હોવાનું જણાવી તેનો મોબાઇલ નંબર શંકાસ્પદ કૃત્યમાં સંડોવાયેલો હોવાનું કહ્યું હતું. બાદમાં કેસમાંથી છુટકારો અપાવવા માટે આરોપીએ મોટી રકમની માગણી કરી હતી. ભયભીત થયેલા ફરિયાદીએ જુદાં-જુદાં શંકાસ્પદ બૅન્ક-ખાતાંઓમાં ૬૧,૯૮,૪૨૧ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. બાદમાં છેતરપિંડી થયાનું ધ્યાનમાં આવતાં તેણે અમારો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળતાં જ અમારી ટીમે નૅશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર વિગત દાખલ કરી હતી. તપાસ દરમ્યાન રકમ ૧૦ અલગ-અલગ બૅન્ક-ખાતાંઓમાં જમા થયેલી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તમામ બૅન્કને સતત પત્રવ્યવહાર કરીને ૭ ખાતાંઓમાં રહેલી ૬૧,૯૮,૪૨૧ રૂપિયાની રકમ ફ્રીઝ કરાવી હતી. રકમ ફ્રીઝ થયા હોવાનુ સમજાતાં ફરિયાદીને કોર્ટમાં અરજી કરવા માર્ગદર્શન આપી કોર્ટના આદેશ બાદ રકમ પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK