Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇસ્લામાબાદમાં ૩૦ દિવસ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી

ઇસ્લામાબાદમાં ૩૦ દિવસ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી

Published : 04 April, 2026 09:15 AM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનમાં ડીઝલનો ભાવ ૫૨૦.૩૫ અને પેટ્રોલનો ભાવ ૪૫૮.૪૦ પાકિસ્તાની રૂપિયા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને જતાં પાકિસ્તાન સરકારે આગામી ૩૦ દિવસ માટે રાજધાની ઇસ્લામાબાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરી દીધું છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસીન નકવીએ ટ્વિટર પર લખ્યું છે કે આજથી આગામી ૩૦ દિવસ માટે ઇસ્લામાબાદમાં તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ સામાન્ય લોકો માટે મફત રહેશે.

પેટ્રોલ-પમ્પ પર મોટરસાઇકલોની લાંબી કતારો જોવા મળી હતી. મોહસીન નકવીએ કહ્યું હતું કે ‘પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવાના કારણે સરકારની તિજોરી પર ૩૫5 કરોડ રૂપિયાનો બોજો પડશે. સરકારે ટ્રકો અને બસો માટે ટાર્ગેટેડ સબસિડી યોજના શરૂ કરી છે.’



પાકિસ્તાનમાં ડીઝલનો ભાવ ૫૨૦.૩૫ અને પેટ્રોલનો ભાવ ૪૫૮.૪૦ પાકિસ્તાની રૂપિયા


વૈશ્વિક તેલના ભાવમાં વધારાને કારણે પાકિસ્તાને એક મહિનામાં બીજી વખત ઈંધણના ભાવમાં તીવ્ર વધારો કર્યો છે, જેમાં અત્યાર સુધીમાં ડીઝલમાં ૫૪.૯ ટકા અને પેટ્રોલમાં ૪૨.૭ ટકાનો વધારો થયો છે. પાકિસ્તાનમાં ડીઝલનો ભાવ ૫૨૦.૩૫ પાકિસ્તાની રૂપિયા (૧.૮૮ ડૉલર) પ્રતિ લીટર છે, જ્યારે પેટ્રોલનો ભાવ ૪૫૮.૪૦ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર છે. સુધારેલા દર શુક્રવારથી લાગુ થયા હતા. સરકાર ૩ મહિનાના સમયગાળા માટે ટૂ-વ્હીલર યુઝર્સને પ્રતિ લીટર ૧૦૦ રૂપિયાની સબસિડી આપશે, જે દર મહિને ૨૦ લીટર સુધી મર્યાદિત હશે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 09:15 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK